હાલમાં જોવા જઈએ તો ઘણા ખરા લોકો સોશિયલ મીડિયાના માધ્યમને કારણે કઈક ને કઈક રીતે ફસાતા જોવા મળી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના ભોપાલના કોલાર વિસ્તારમાંથી સામે આવી છે. જાણીએ શું છે સમગ્ર ઘટના…
ભોપાલના કોલાર વિસ્તારમાંથી એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં મહિલાનો ન્યુડ વિડીઓ સોશિયલ મીડિયાના માધ્યમ પર વાયરલ થયો હતો. આ અંગે મહિલાએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તપાસના અધિકારી પ્રેક્ષા મૌર્યએ જણાવતા કહ્યું છે કે આ 25 વર્ષીય મહિલાએ જાન્યુઆરી મહિનામાં તેમના મોબાઈલ ફોનમાં એક લાઈવ સ્ટ્રીમીંગ કરીને એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. ઘર બેઠા પૈસા કમાવવા માટે તેમણે વેબ હોસ્ટીંગ શરુ કર્યું હતું અને ઘર બેઠા જ કામ કરતી હતી.
પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્ય દરમિયાન મહિલા આરોપીના કોન્ટેક્ટમાં આવી હતી. વેબ હોસ્ટીંગના કાર્ય દરમિયાન બે વ્યક્તિ તેમના મિત્ર બન્યા હતા. મહિલાએ અ બંને વ્યક્તિને જણાવતા કહ્યું હતું કે મારો પતિ દારૂનો નશો કરે છે. દારૂ પીધા બાદ તે મારી સાથે દુર્વ્યવહાર કરે છે. ત્યાર બાદ બંને વ્યક્તિઓએ મહિલાને વોટ્સએપ કોલ કરવાનું શરૂ કર્યું. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીઓએ મહિલાને અશ્લીલ મેસેજ કરવા માટે પણ દબાણ કર્યું હતું. ત્યાર બાદ બંને વ્યક્તિઓએ મહિલાને અશ્લીલ ફોટો, વિડીઓ અને મેસેજ મોકલવાનું શરુ કર્યું. આરોપીઓએ સ્ક્રીન રેકોર્ડરની મદદને કારણે મહિલાની વિડીઓ ચેટ પણ રેકોર્ડ કરી હતી.
આરોપી દ્વારા 23 મેના રોજ મહિલાના નવા નંબર પર ન્યુડ વિડીઓ મોકલવામાં આવ્યો હતો. એટલું જ નહી પરંતુ તેમની સાથે તેમના પતિ અને અન્ય તેના સગા-સબંધીઓને પણ આ ન્યુડ વિડીઓ મોકલ્યો હતો. મહિલા કરેલ ફરિયાદને આધારે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.