સુરતમાં કામરેજ નજીક બ્રિજ પરથી તાપી નદીમાં યુવકે લગાવી મોતની છલાંગ, જુઓ LIVE વિડીયો

સુરત શહેર (Surat) માંથી પસાર થતી તાપી નદી (Tapi) પરના બ્રિજ જાણે કે, સુસાઇડ પોઇન્ટ (Suicide) બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તાપની નદીના જુદા જુદા બ્રિજ પરથી અવાર-નવાર જિંદગીથી હારેલા લોકો આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા હોય છે. જોકે, આ આપઘાતની અનેક ઘટનાઓ જાગૃત વાહનચાલકોના કારણે અટકાવી શકાઈ છે પરંતુ કેટલીક ઘટનામાં નજેર જોવા છતાં હતપ્રભોને બચાવી શકાતા નથી. દરમિયાનમાં આપઘાતની આવી જ એક ઘટના લાઇવ વીડિયોમાં કેદ થઈ છે.

સુરતના કામરેજમાં ગઈકાલે એક યુવકનો આપઘાત કરતો વીડિયો સામે આવ્યો હતો. કામરેજમાં તાપી નદી પર આંબોલીમાં (Man Jumped in Tapi commited Suicide) આવેલા પૂલ પરથી એક યુવકે બેગ લટકાવેલી હાલતમાં કૂદ્યો હતો. આ યુવકની બેગમાં વજન હતો કે કપડાં તેતો રામ જાણ પરંતુ તેણે પૂલની રેલિંગ ક્રોસ કરી તે સમયે બાજુના પૂલ પરથી પસાર થતા વાહન ચાલકે તેને બૂમો પાડી હતી. દરમિયાનમાં તેના મોબાઇલના વીડિયોમાં આ ઘટના લાઇવ કેદ થઈ હતી.

સુરત શહેરના કામરેજ વિસ્તારમાં ગુરુવારે સાંજે એક યુવક તાપી નદીમાં પુલ પરથી કૂદી ગયો હતો. ઘટનાને હવે ચોવીસ કલાકનો સમય થવા જઈ રહ્યો છે. પરંતુ તે યુવકની ઓળખ થઈ નથી અને તેની ઓળખ થઈ નથી. જોકે, હવે આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે બીજા પુલ પરથી પસાર થતા એક રાહદારીએ બનાવ્યો હતો.

યુવકની પીઠ પર બેગ લટકતી હતી
તાપી નદીમાં કૂદી રહેલા યુવકનો વીડિયો સામે આવ્યો છે, તે વીડિયોમાં જોઇ શકાય છે કે તેની પીઠ પર પણ બેગ લટકતી હતી. યુવક પહેલા પુલની રેલિંગ પાર કરે છે અને પછી સીધી નદીમાં કૂદી પડે છે. ગઈકાલે સાંજે 5.00 વાગ્યાના આસપાસ યુવક તાપીમાં કૂદ્યો તે ઘટનાનો વીડિયો જોત જતામાં વાઇરલ થઈ ગયો હતો. યુવક બ્રિજ પરથી બેગ સાથે છલાંગ લગાવી હોવાની વાત પોલીસ સુધી પહોંચતા પોલીસ અને લાશ્કરો આવી ગયા હતા.

જોકે, આ દ્રશ્ય બીજા પુલ ઉપરથી પસાર થતા લોકોને જુએ છે, પરંતુ તેઓ યુવકને બચાવી શકતા નથી. ફાયર બ્રિગેડની ટીમે મોડી સાંજ સુધી યુવકની શોધ કરી હતી. આ સવાર બાદ આજરોજ સર્ચ ઓપરેશન ચાલુ છે, પરંતુ યુવક મળી આવ્યો નથી. પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયમાં પણ વાઇરલ થઈ રહ્યો છે. સાથે સાથે આ યુવક કોણ હતો અને તેણે શા માટે આ પગલું ભર્યુ તે રહસ્ય નદીના પાણીમાં ધરબાઈ ગયું છે. યુવકનો મૃતદેહ મળે તેની જાણ થશે ત્યાં સુધી પોલીસ પણ આસપાસના વિસ્તારોમાંથી ઘરેથી ગુમ થયેલા યુવકોની માહિતીના આધારે તપાસ ચલાવી રહી છે. આમ તાપી નદીમાં છલાંગ લગાવીને વધુ એક યુવકે મોતને વ્હાલુ કરી લેતા ચકચાર મચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *