નકલી પોલીસ ઇન્સ્પેકટર બનીને હિંદુ યુવતી સાથે કરવા જઈ રહ્યો હતો લગ્ન- પોલ ખુલતા ખેલાયો ખરાખરીનો ખેલ

ઉત્તર પ્રદેશના લખનઉમાં યુપી પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે. જે પોતાની જાતને પોલીસ ઇન્સ્પેક્ટર ગણાવીને યુવતીને પોતાની જાળમાં ફસાવીને લગ્ન કરતો હતો. આટલું જ નહીં, આરોપી આબીદ હવારી પોતાને ક્રાઈમ બ્રાંચના ઇન્સ્પેક્ટર આદિત્ય સિંહ કહેતો હતો. લગ્ન બાદ તે પીડિતા પર ધર્મ બદલવા માટે દબાણ કરતો હતો.

આબીદ પહેલાથી જ પરિણીત છે અને તે પાંચ બાળકોનો પિતા છે. તેમ છતાં તેણે મહિલાઓને પોતાની ચુંગલમાં ફસાવીને બે વધુ લગ્ન પણ કર્યા છે. આબીદ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાનો રહેવાસી છે. પોલીસે તેને ઇન્દિરા નગર વિસ્તારથી પકડ્યો હતો. બે લગ્ન પછી, આબીદે ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી છોકરી સાથે લગ્ન કર્યા.

આબીદ હવારીએ પહેલા લખનૌના ઈંદિરા નગરના સેક્ટર 9 માં રહેતી એક યુવતીને તેના પ્રેમની જાળમાં ફસાવી હતી. તેણે યુવતીનો શારીરિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. ત્યાર પછી યુવતી ઉપર લગ્નનું દબાણ શરૂ કર્યું ત્યારે તેણે તેની વાસ્તવિકતા જણાવી અને લગ્ન કરી લીધાં. લગ્ન કરવા માટે તેણે યુવતીનું નામ આયેશા રાખ્યું.

આ આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પીડિતાને ખબર પડી કે, આબીદે ફેબ્રુઆરી 2021 માં મધ્ય પ્રદેશના ઓર્છામાં હિન્દુ બનીને ત્રીજી છોકરી સાથે લગ્ન કર્યા. પીડિતાએ આ છેતરપિંડી અને પજવણી સામે ઈન્દિરા નગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, બનાવટી અને લવ જેહાદની કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી હતી.

પોલીસે આબિદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી આદિત્યસિંહના નામે મતદાર આઈડી સાથે આબીદ હવારીને પણ ઝડપી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *