AAP ના કોર્પોરેટરની નવી પહેલ: જનતાને પૂછશે, બોલો તમારે તમારી સોસાયટીમાં શું કામ કરવું છે?

સમગ્ર ગુજરાતમાં હમણાં થોડા સમય પહેલા મહાનગર પાલિકાની ચુંટણી યોજાઈ હતી. ત્યારે સુરત શહેરમાં આ મહાનગર પાલિકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા કોર્પોરેટરની જીત…

સમગ્ર ગુજરાતમાં હમણાં થોડા સમય પહેલા મહાનગર પાલિકાની ચુંટણી યોજાઈ હતી. ત્યારે સુરત શહેરમાં આ મહાનગર પાલિકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા કોર્પોરેટરની જીત બાદ વિપક્ષ તરીકે બેઠી છે. વિપક્ષમાં આવતાની સાથે જ આમ આદમી પાર્ટી લોકોના કાર્ય કરવા માટે સક્રિય થઇ હતી અને લોકોની ફરિયાદો સાંભળીને તેમના વિસ્તારની સમસ્યાઓ પણ દુર કરી હતી. જયારે તાઉ-તે વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં કેટલાય ગામડાઓમાં લોકોની ઘરવખરી તૂટી ગઈ હતી અને લોકોને ખાવાના પણ ફાફા પડી રહ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટી સુરત દ્વારા ગામડાઓમાં ટ્રકો ભરીને કીટો મોકલવામાં આવી હતી.

ત્યારે હમણાં જ એક દિવસ અગાઉ જ વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર એવા પાયલબેન સાકરીયાએ લોકોને પડી રહેલી મુશ્કેલીઓને સાંભળીને તેમની મદદે આવ્યા હતા અને કહ્યું હતું કે જો આગામી દિવસોમાં ખાડી સાફ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરુ કરવામાં આવશે.

ત્યારે હવે સુરત મહાનગર પાલિકાના દરેક કોર્પોરેટર એટલે કે નગર સેવકોને પોતાના વિસ્તારમાં લોકોના કર્યો કરવા માટે વાર્ષિક 10,00,000 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ત્યારે આ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં નગરસેવક તરીકેની ફરજ હોઈ છે કે, તેઓ પોતાના વિસ્તારની અંદર લોકોના કાર્યોમાં જ સંપૂર્ણપણે વપરાવવી જોઈએ. પરંતુ આજ સુધી નગર સેવકો દ્વારા સંપૂર્ણ ગ્રાન્ટ વપરાતી હોય એવું ભાગ્યે જ બન્યુ છે. ત્યારે દરેક વોર્ડની સોસાયટી અને જાગૃત નાગરિકો પોતાના વોર્ડના બાકી રહેલા લોકહિતના કામો જણાવી શકે અને ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કરવો છે તે જણાવી શકે એ માટે આ ફોર્મ આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ફોર્મમા જણાવવામાં આવેલ માહિતી:
કોર્પોરેટર પાયલ સાકરીયા એ આ બાબતે Trishul News ને જણાવ્યું કે, સોસાયટીના પ્રમુખ અને જાગૃત નાગરિકો તરીકે ચૂટેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને સુરત મહાનગરપાલિકા તરફથી વર્ષ 2021/22 ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટ જનતાની મરજી મુજબ વપરાય તે માટે લોકોનું સુચન મેળવવા માંગીએ છીએ. અને જનતાની જરૂરીયાત પ્રમાણે અમે તેમની સોસાયટીને ગ્રાન્ટ આપીશું.

જરૂરી પાયાની સુવિધાઓ:
આ ફોર્મમાં કહેવામાં આવ્યું  છે કે, સોસાયટીના આંતરિક પાક્કા રસ્તાઓ, સુરત મહાનગર પાલિકા માન્ય ગટરલાઈન, સુરત મહાનગર પાલિકા માન્ય પાણીની લાઈન, આપની સોસાયટીમાં નગર પાલિકાની સ્ટ્રીટલાઈટ, આપની સોસાયટીમાં સીઓપી/ વાડીમાં પેવર બ્લોક ફીટીંગ, સોસાયટીમાં સીસીટીવી કેમેરા, આ સિવાય આપશ્રીનું અન્ય કોઈ સુચન હોય તો અમને જણાવી શકો છો.

મહત્વનું એ છે કે આ ફોર્મમાં લખવામાં આવ્યું છે કે સુરત મહાનગર પાલિકા દ્વારા ફાળવવામાં આવેલ કોર્પોરેટરશ્રીની  ગ્રાન્ટમાંથી બાંકડા મૂકી આપવામાં આવશે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *