આપણા ભારતમાં એવા કેટલાય પૌરાણિક મંદિરો આવેલા છે જેમાં દરેક મંદિર પાછળ કંઇક ને કંઇક રહસ્ય છૂપાયેલું છે.એવું જ એક મંદિર છે ત્યાં વાનરો હનુમાનજી ના આવવાની રાહ જોઈ રહ્યા હતા.જે જગ્યાએ હાલમાં હનુમાનજીનું મંદિર બનાવવામાં આવ્યું છે.આ મંદિર શિમલામાં આવેલું છે.આ મંદિર શિમલાના જાખું પહાડીની ઉપર આવેલું છે.આ મંદિર પાછળ એક પૌરાણિક કથા છે,જેમાં તેઓના આગમન થી અહીંયા આ મંદિર બનાવવામાં આવ્યું છે.
રામાયણ ના સમયમાં જયારે લક્ષ્મણ જયારે મૂર્છિત થઈ ગયા હતા તેજ વખતે વૈધરાજએ એક જડીબુટ્ટી લેવાની માટે હનુમાનજી ને મોકલ્યા હતા તેઓને જતી વખતે એક પહાડીની ઉપર યાકુ નામના સંત મહાશય દેખાયા હતા.
તેઓની પાસે આ જડીબુટ્ટીની ની વિશે બધી માહિતી લીધી હતી,હનુમાનજી ની સાથે તેમના બીજા કેટલાક વાનર મિત્રો પણ આવ્યા હતા જે યાત્રા ની થકાનથી થાકી ગયા હતા અને સૂઈ પણ ગયા હતા.હનુમાનજી ત્યાંથી આ જડીબુટ્ટી લઈને પાછા આવતી વખતે મળશે તેવું વચન આપીને ત્યાંથી નીકળી ગયા હતા.
હનુમાનજી એ જડીબુટ્ટી નો આખો પર્વત લઈને એક રાક્ષસ ની દુષ્ટતાથી બીજા રસ્તા થી પાછા ફર્યા હતા,એવું કહેવામાં આવે કે આ ઝાંખુ પર્વતની આજુબાજુ રહેતા વાનર હનુમાનજી ના વંશજો છે. હનુમાનજી પાછળ આ પર્વતપર ના આવ્યો તો મહાશય યાકુ પણ તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમને એવું લાગ્યું કે હનુમાનજી નઈ આવે જેથી દુઃખી થઈ ગયા અને એટલામાં જ હનુમાનજી ભાઉ સ્વરૂપે પ્રગટ થયા અને ત્યાં ના આવવાનું કારણ અને વચન ના નિભાવવાનું કારણ કીધું ત્યારબાદ અંતર્ધ્યાન થઈ ગયા.
હનુમાનજી અંતર્ધ્યાન થઈ ગયા પછી સંત યાકુની ભાવનાઓ માટે ત્યાં એક મૂર્તિ પ્રગટ થઈ અને ત્યારપછી સંત યાકુએ અહીંયા હનુમાનજી નું મંદિર જ બનાવી દીધું હતું અને એ મંદિર માં આજે પણ તે જ મૂર્તિ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.