રેલ્વે ફાટક ન ખુલતા 20 મિનીટ એમ્બ્યુલન્સ અટવાઈ, ઘાયલ વ્યક્તિને સારવાર ન મળતા રસ્તામાં જ નીપજ્યું મોત 

આજકાલ અકસ્માતના કિસ્સામાં સતત વધારો જોવા મળ્યો છે. મોટા ભાગના લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. આ દરમિયાન ફરીવાર એક અકસ્માત સર્જાયો છે જેમાં અમરેલી રાજુલાના દેવકા નજીક છકડો પલટી ખાઇ જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને છકડામાં સવાર 6 લોકો ઘાયલ થયા હતા. જોકે, છકડામાં સવાર 6 લોકો પૈકી એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ દરમિયાન તેમની સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પરંતુ પીપાવાવ ફાટક બંધ હોવાથી આ એમ્બ્યુલન્સ 20 મિનિટ સુધી ત્યાં અટવાઇ ગઇ હતી અને સારવારના અભાવે આ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, રાજુલાના દેવકા ગામે છકડો રીક્ષા પલ્ટી જતા રીક્ષામાં બેઠેલા 6 લોકોને અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં હડમતીયા ગામના જોધાભાઈ ઓઘડભાઈ રાઠોડની હાલત ગંભીર હતી.

જેથી તેઓને તાત્કાલિક 108ની મદદથી રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન પીપાવાવ રેલવે ફાટક પરથી માલગાડી પસાર ન થાય ત્યાં સુધી ફાટક બંધ રાખવામાં આવતા તેમને સમયસર સારવાર મળી શકી નહિ. જેથી જોધાભાઇનું મૃત્યુ થયુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જોકે, રાજુલા તાલુકા પંચાયતનાં પૂર્વ કારોબારી ચેરમેન સહિતના આગેવાનો દ્વારા સતત વિનંતીઓ કરવા છતાં પણ રેલવેનાં કર્મચારીઓએ કોઇ પણ વાત સાંભળી નહી અને ફાટક ખોલ્યો નહી. જેનાં કારણે સમયસર સારવાર ન મળી રહેતા હડમતીયાનાં વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *