ફી ઉઘરાવવા નીકળેલ શાળા સંચાલોકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યો સણસણતો જવાબ અને કહ્યું કે…

Published on: 3:13 pm, Thu, 10 June 21

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે.

આ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે શાળાઓ શરુ થઇ નથી. જયારે બીજી બાજુ શાળાના સંચાલકો અન્ય વેપાર ધંધાની જેમ તેમને પણ રાહત માળે તેવી માંગણી કરી છે. ત્યારે બીજી તરફ વાલીઓ ફે બાબતે રાહતની માંગણી કરી રહ્યા છે. પરંતુ આજે શાળા સંચાલકોએ મુખ્યમત્રી પાસે રાહત માંગતા વિજય રૂપાણીએ જવાબ આપ્યો છે.

આજે યોજાયેલી પત્રકર પરીષદમાં  શાળાના સંચાલકો રાહત માંગતા વિજય રૂપાણીએ તેમનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે, સ્કુલ સંચાલકો રાહતની માંગ કરે છે, પરંતુ ગત વર્ષે સ્કુલમાં 75 ટકા જેટલી ફી ઉઘરાવવામાં આવી હતી. પરંતુ જો તેમણે ગયા વર્ષ દરમિયાન સાવ આવક જ ન થઇ હોય તો તેમને રાહત આપવા અંગે વિચારી શકાય. ગત વર્ષે ઓનલાઈન અભ્યાસ શરુ જ હતો અને શાળા સંચાલકોએ ફી પણ ઉઘરાવેલી છે અને શાળા સંચાલકોએ 75 ટકા ફી ની વસુલી કરી છે, જેને લઈને રાહત આપવા અંગે કોઈ વાત જ નથી.

ગુજરાત રાજ્યની શાળાઓમાં ફી અંગે મુખ્યમંત્રી રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. નિવેદન આપતા જણાવ્યું છે કે, આગામી સમયમાં ફી અંગે સરકાર મહત્વનો નિર્ણય લેશે. હાલમાં શાળા સંચાલકોએ 75 ટકા ફી વસુલી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે વાલીઓ દ્વારા ફી માફીની માંગ કરવામાં આવી છે. કેમ કે કોરોના કાળ વચ્ચે કેટલાય વાલીઓના વેપાર ધંધા ભાંગી પડ્યા છે અને તેઓ ફી ભરવા સમર્થ નથી. ત્યારે હવે સ્કુલ ફી અને આગામી સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.