ક્રિકેટ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી પરાજય થયો હતો. આ સાથે જ એવી ચર્ચાને પણ વેગ મળ્યો કે એમ એસ ધોની રિટાયરમેન્ટ લેવાનો છે. આ સમય દરમિયાન બોલિવૂડ સિંગર લતા મંગેશકરે ઈન્ડિયન ક્રિકેટર એમ ધોનીને ક્રિકેટમાંથી નિવૃત્તિ ના લેવાની અપીલ કરી છે અને ટીમ ઈન્ડિયા માટે ગુલઝારનું ગીત શૅર કર્યું છે.
ધોનીને નિવૃત્તિ ના લેવાની અપીલ કરી
લતા મંગેશકરે ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું હતું, ‘નમસ્કાર એમ એસ ધોનીજી, આજકાલ હું સાંભળી રહી છું કે તમે રિટાયર થવા માગો છો. મહેરબાની કરીને તમે આવું ના વિચારો. દેશને તમારી રમતની જરૂર છે અને હું પણ વિનંતી કરું છું કે નિવૃત્તિનો વિચાર હાલ મનમાં લાવશો નહીં.’
Namaskar M S Dhoni ji.Aaj kal main sun rahi hun ke Aap retire hona chahte hain.Kripaya aap aisa mat sochiye.Desh ko aap ke khel ki zaroorat hai aur ye meri bhi request hai ki Retirement ka vichar bhi aap mann mein mat laayiye.@msdhoni
— Lata Mangeshkar (@mangeshkarlata) July 11, 2019
ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધાર્યો
લતાજીએ ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે ગુલઝારનું ગીત શૅર કર્યું હતું. તેમણે ટ્વીટમાં કહ્યું હતું, ‘કાલે ભલે આપણે જીતી ના શક્યા પરંતુ આપણે હાર્યાં પણ નથી. ગુલઝારસાહેબનું ક્રિકેટ માટે લખાયેલું આ ગીત આપણી ટીમને ડેડિકેટ કરું છું’
Kal bhalehi hum jeet na paaye ho lekin hum haare nahi hain.Gulzar sahab ka cricket ke liye likha hua ye geet main hamari team ko dedicate karti hun. https://t.co/pCOy7M1d1Y
— Lata Mangeshkar (@mangeshkarlata) July 11, 2019
ધોની નિવૃત્તિ લે તેવી ચર્ચા
છેલ્લાં થોડાં સમયથી ચર્ચા છે કે વર્લ્ડકપ બાદ ધોની વનડેમાંથી રિટાયરમેન્ટ લેશે. લતા મંગેશકર ઉપરાંત પૂર્વ ઈન્ડિયન ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ ધોનીને રિટાયરમેન્ટ લેવાની ના પાડી છે. તેણે કહ્યું હતું કે ધોની હજી પણ એક સારો ફિનીશર છે. તેનામાં હજી પણ પોતાના બળે મેચને પૂરી કરવાની તાકત છે. સેમી ફાઈનલની મેચ પૂરી થતાં ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીને જ્યારે ધોનીની નિવૃત્તિ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે જવાબ આપ્યો હતો કે ધોનીએ તેના ભવિષ્ય અંગેની કોઈ વાત તેમને કહી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.