ચતરા પોલીસે ડ્રગના વેપારીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરીને ભાજપના અગ્રણી યુવા મોરચાના નેતા, નામાંકિત એડવોકેટના પુત્ર સહિત કુલ 9 તસ્કરોની ધરપકડ કરી છે. પોલીસે આ લોકો પાસેથી રૂપિયા 7 લાખ 75 હજાર સાથે 2.93 ગ્રામ બ્રાઉન સુગર મળી આવી છે, આ સાથે પોલીસે ભાજપ નેતાનું એક્સયુવી વાહન પણ કબજે કર્યું છે. આ ઘટના ઝારખંડ માંથી સામે આવી રહી છે.
પોલીસ અધિક્ષક ઋષભ ઝાને ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. ગુરૂવાર અને શુક્રવારે આ દરોડામાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં શહેરના ધીરજ કુમાર, અનુરાગ કુમાર, હિમાંશુ કુમાર, અમિત ગુપ્તા, એડવોકેટ ચંદન કુમાર, નવલ ડાંગી, પત્થલગડા પોલીસ સ્ટેશન વિસ્તારના તેતારીયા ગામના રહેવાસી રોશન ડાંગી અને રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બકચૂંબાના રહેવાસી અભિષેક ઠાકુરના નામ છે.
તમને જણાવી દઈએ કે, હિમાંશુ ગુપ્તા ભાજપ યુવા મોરચાના કાર્યકારી સમિતિના સભ્ય છે. જ્યારે ચંદન કુમાર, વરિષ્ઠ અને જાણીતા એડવોકેટ નિર્મલ ડાંગીનો પુત્ર છે. પકડાયેલા લોકો પાસેથી પોલીસે કુલ 2.93 ગ્રામ બ્રાઉન સુગર મળી આવી છે. આ ઉપરાંત પોલીસે આ લોકો પાસેથી લક્ઝરી કાર, રૂપિયા 7,74,800 ની રોકડ, એક મોટરસાઇકલ, 310 ગ્રામ ગેરકાયદે બ્રાઉન સુગર બનાવનાર કટ અને આઠ મોબાઇલ ફોન પણ કબજે કર્યા છે.
એસપીએ આ માહિતી સદર પોલીસ સ્ટેશનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર બ્રાઉન સુગર કેસરી ચોકનો રહેવાસી નરેશ કસેરાનો પુત્ર ધીરજ કુમાર વેચે છે. બાતમીના આધારે રાયડિંગ ટીમે ધીરજની ધરપકડ કરી હતી.
જ્યારે ધીરજ કુમારને તેના વિશે પૂછપરછ કરવામાં આવી હતી. જેથી તેની ગેંગના અન્ય સભ્યોને પણ તેની જાણ થઈ હતી. ધીરજ પાસેથી મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે અન્ય આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 2.93 ગ્રામ બ્રાઉન સુગર મળી આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.