આ વ્રતમાં કુંવારી કન્યાઓ કે સ્ત્રીઓ પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઇને ભગવાન શિવજીની આરાધના કર્યા બાદ વ્રતના અંતિમ દિવસે યુવતિઓ આખી રાત્રીનું જાગરણ કરે છે અને વહેલી સવાર સુધી જાગરણ કરીને સવારે બ્રાહ્મણ કે સાધુના ઘરે ભોજનની વસ્તુ સાથેનું ‘સીધુ’ આપીને વ્રત પૂર્ણ કરે છે.
આ વ્રતને લઈને પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય વધે તે માટે સુરતની કતારગામ પોલીસે એક નવું પગલું લીધું છે, જેમાં પોલીસે આ વ્રત નિમિતે નાના બાળકી માટે મહેંદી કાર્યકમ પોલીસચોકીમાં આયોજિત કરેલ છે. આ કતારગામ પોલીસ સ્ટેશન અને નવ્યા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે. અલુણા વ્રતના દિવસે ૧૨ તારીખે સાંજે ૪ વાગ્યે પોલીસ સ્ટેશન ખાતે જ બાલિકાઓને મહેંદી મૂકી આપવામાં આવશે તેવું ધીરુભાઈ માંડવીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જયા પાર્વતી વ્રત સદ્ગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી યુવતીઓ કરે છે. પતિનું આરોગ્ય તથા બાળકોની વૃદ્ધિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે. આ વ્રત કરનાર શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મળવે છે.
આ વ્રત અષાઢ સુદ તેરશથી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. ગૌરી પાર્વતીનું વ્રત સળંગ ૨૦ વર્ષ કરવાનું હોય છે. પ્રથમ પાંચ વર્ષ તે જુવાર ખાઈને, બીજાં પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજાં પાંચ વર્ષ ચોખા ખાઈને તથા છેલ્લા પાંચ વર્ષ મગ ખાઈને કરવાનું હોય છે. તેવા શાસ્ત્રોનો આદેશ છે. આપણાં શાસ્ત્રોમાં બાળકોમાં નાનપણથી જ સંસ્કારનું ચિંતન થાય તે માટે વિવિધ વ્રત ગોઠવાયેલાં છે. વ્રતના માધ્યમથી બાલિકાઓ, સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે.
ઉત્સવો જીવનમાં પ્રસન્નતા તથા આનંદ વ્યાપે છે.જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. માતા પાર્વતીએ જે જે વ્રત કર્યાં તે તે વ્રત સ્ત્રીઓ તથા કન્યાઓ કરતી જોવા મળે છે. અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનું જે વ્રત બાલિકાઓ કરે છે તેને ગૌરી વ્રત – ગોરિયો કહેવાય છે, જયારે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા કરાતા આ વ્રતને જયા પાર્વતી વ્રત કહે છે.આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે. બાળકોની સુખાકારી વધે છે.
આ વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું. શકય હોય તો તે દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા આપવા. સાથે સાથે સૌભાગ્યની અંખિડતતા માટે કંકુ, કાજળ પણ દાનમાં આપવા. જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. આ વ્રતના છેલ્લાં દિવસે બહેનો જાગરણ કરે છે.
જે બાલિકા, કુંવારિકાને ખૂબ સંસ્કારી તથા ચારિત્ર્યવાન પતિ જોઈતો હોય તે બાલિકા કે કુંવારિકા ખૂબ શ્રદ્ધાથી શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત કરે તો તેના મનની ઈચ્છા પૂર્ણ થાય છે. મા પાર્વતી તેનું સદૈવ કલ્યાણ કરે છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.