દારૂ પાર્ટી કરતા કોંગ્રેસી પ્રમુખ સહીત પાંચ કાર્યકરો પકડાયા, વાંચો વિગતે…

રાજ્યમાં દારૂબંધીનો વારંવાર વિરોધ કરનાર કોંગ્રેસના જ કાર્યકર્તાઓ હવે દારૂની મહેફિલમાંથી ઝડપાઇ ગયા છે, આણંદમાં અડાસ ગામની સીમમાં ખાનગી ફાર્મહાઉસમાં પોલીસની રેડમાં 5 સખ્શોની ધરપકડ…

રાજ્યમાં દારૂબંધીનો વારંવાર વિરોધ કરનાર કોંગ્રેસના જ કાર્યકર્તાઓ હવે દારૂની મહેફિલમાંથી ઝડપાઇ ગયા છે, આણંદમાં અડાસ ગામની સીમમાં ખાનગી ફાર્મહાઉસમાં પોલીસની રેડમાં 5 સખ્શોની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ પાંચેય  શખ્સો કોંગ્રેસનાં કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે, રેડમાં પોલીસે 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશન લઇ જઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ભાજપ ના કોઈ નેતાઓ દારૃપાર્ટી કરતા પકડાય તો રસ્તા પર ઉતરી આવતા કોંગ્રેસી નેતાઓ એ આ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું. વાસદ પોલીસને જાણકારી મળી હતી કે અડાસ ગામ નજીક એક ફાર્મહાઉસમાં કેટલાક શખ્સો દારૂની મહેફિલ માની રહ્યાં છે ત્યારે અહી પોલીસે રેડ પાડી હતી અને દારૂની બોટલો સાથે પાંચ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઝડપાઇ ગયા હતા.

 

દારૂની મહેફિલમાં પકડાયેલા આરોપીઓ માં યશપાલ રણવીરસિંહ સોલંકી,આણંદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૂળરાજસિંહ માધવસિંહ સોલંકી, જગદીશ રાયસિંહ પરમાર, અરવિંદ ગોરધન સોલંકી, પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, બ્રિજરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલાની પોલીસે ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *