છેલ્લા 1500 વર્ષોથી પહાડી પર લટકી રહ્યું છે આ મંદિર- જાણો ચોંકાવનારૂ રહસ્ય

તમે ઘણા પહાડો અને મંદિરોના રહસ્યો વિષે સાંભળ્યું હશે અને જોયા પણ હશે. પરંતુ, તમે આવું ભાગ્યે જ સાંભળ્યું હશે કે કોઈ પણ મંદિર 1500 વર્ષથી વધુ સમયથી પર્વતો પર લટકતું હોય છે. વિશ્વની સાત અજાયબીઓમાં એક આ ઉપર લટકતું મંદિર પણ છે. જાણવા મળ્યું છે કે, ચીનનાં શાંઝીમાં હેંગ માઉન્ટેન પર એક મંદિર છે, જે પર્વતો પર વિચિત્ર રીતે લટકતું છે. તે હેંગિંગ મઠ તરીકે પણ ઓળખાય છે.

આ મંદિર ફક્ત તેના સ્થાન માટે જ નહીં પરંતુ, ત્રણ ચિની પરંપરાગત ધર્મ, બુદ્ધ, તાઓ અને કન્ફ્યુશિવાદ ધર્મના જોડાણ માટે પણ જાણીતું છે. જણાવી દઈએ કે, આ મંદિરની રચના ઓક ક્રોસબીમ્સમાં ફીટ કરવામાં આવી છે. મંદિરના મુખ્ય સહાયક માળખા આધાર સ્તંભની અંદર છુપાયેલા છે. આ ઉપરાંત આશ્રમ એક નાના કેન્યન બેસિનમાં બનાવવામાં આવ્યો છે અને ઇમારતનો મુખ્ય ભાગ શિખરોની વચ્ચેથી મુખ્ય શિખરો હેઠળ અટકી જાય છે.

એવું કહેવામાં આવે છે કે, આ મંદિર 1500 વર્ષથી પણ વધુ જૂનું છે. આ મંદિરના નિર્માણ પાછળનું એક કારણ એ પણ હતું કે, મંદિરને પૂરથી અસર ન થવી જોઇએ અને વરસાદ અને તોફાનથી બચાવવું જોઈએ. આ મંદિરની નજીકનો ભાગ દટોંગ શહેર છે. જે 64.23 કિ.મી.ના અંતરે આવેલું છે. ઉત્તર-પશ્ચીમ યુંગાંગ ગ્રોટ્ટેસની સાથે હેંગિંગ મંદિર પણ ડેટોંગ શહેરના એતિહાસિક સ્થળોમાંનું એક છે.

જાણવા મળ્યું છે કે, મંદિરના નિર્માણનું કાર્ય ઉત્તરીય વેઇ સામ્રાજ્યના અંતમાં લિઓ રાન નામના વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ચાઇનીઝ આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા લોકો માટે આ એક મુખ્ય સ્થળ છે. મંદિરના લગભગ 40 જેટલા વિવિધ હોલ છે અને તે એકબીજા સાથે જોડાયેલા છે. ઘણી પ્રાચીન મૂર્તિઓ પણ મંદિરમાં રાખવામાં આવી છે.

આ મંદિર ચીનના દટોંગ ક્ષેત્રમાં પર્યટકો માટેનું એક મુખ્ય આકર્ષણ છે. અહીં જવાનો માર્ગ લાકડાના અને લોખંડની સીડીથી બનેલો છે. આ મંદિરના દર્શન માટે એશિયાના ઘણા દેશો ઉપરાંત પ્રવાસીઓ યુરોપથી પણ પહોંચે છે. અહીં પહોંચવાની રીત લાકડાની અને લોખંડની સીડીઓથી બનેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *