બોયફ્રેન્ડે પ્રેમિકાના ઘરમાં લગાવી દીધો કેમેરો- રાત્રે એવા ખેલ થયા કે બોયફ્રેન્ડ ભાન ભૂલી ગયો

હાલમાં એક ખુબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુ.એસ.માં મિસ્ટર સર્વેલન્સ(Mr. Surveillance) તરીકે ઓળખાતા ટીકટોક યુઝરે તેના ગુપ્ત કેમેરાની મદદ સાથે હોશિયારીથી તેની…

હાલમાં એક ખુબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુ.એસ.માં મિસ્ટર સર્વેલન્સ(Mr. Surveillance) તરીકે ઓળખાતા ટીકટોક યુઝરે તેના ગુપ્ત કેમેરાની મદદ સાથે હોશિયારીથી તેની ગર્લફ્રેન્ડનો પર્દાફાશ કર્યો છે. મિસ્ટર સર્વેલન્સે જણાવ્યું હતું કે, તેની પ્રેમિકા સાથેના તેના સંબંધ 6 વર્ષ જૂનાં છે અને હવે બધું સમાપ્ત થઈ ગયું છે.

ગલ્ફ ટુડેના એક અહેવાલ અનુસાર મિસ્ટર સર્વેલન્સને તેની ગર્લફ્રેન્ડ પર શંકા હતી. ત્યારબાદ તેણે તેની પ્રેમિકાની જાસૂસી કરવાનું નક્કી કર્યું. મિસ્ટર સર્વેલન્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ગુપ્ત કેમેરો એક ચાર્જર જેવો દેખાય છે. તેમાં યુ.એસ.બી. ચાર્જિંગ પોઇન્ટની ઉપરની બાજુએ એક લેન્સ રાખવામાં આવ્યો છે.

જયારે ટિકટોક પર વીડિયો અપલોડ કર્યો ત્યારે મિસ્ટર સર્વેલન્સએ લખ્યું કે, આ પહેલા મને આટલું દુ:ખ ક્યારેય થયું નથી. મને શંકા છે કે મારી ગર્લફ્રેન્ડ મારી સાથે દગો કરી રહી છે. ત્યારે જ મેં આ કરવાનું નક્કી કર્યું. મિસ્ટર સર્વેલન્સએ કહ્યું કે, તેણે રસોડાની દિવાલ પર સોકેટમાં ઇન્ટેલિજન્સ કેમેરા સાથે ચાર્જર મુક્યું હતું.

ત્યારબાદ ઘરની બાજુમાં પાર્ક કરેલી કારમાં રાહ જોવા લાગ્યો. થોડા સમય પછી ઘરનો દરવાજો ખુલ્યો અને મિસ્ટર સર્વેલન્સની ગર્લફ્રેન્ડ બીજા છોકરા સાથે ઘરમાં પ્રવેશી. ગર્લફ્રેન્ડ તેનો હાથ પકડતી નજરે પડે છે. ત્યારબાદ બંને રોમાંસ કરતા જોવા મળે છે. આ બધી ઘટના આ ગુપ્ત કેમેરામાં કેદ થઈ ગઈ છે.

નોંધનીય છે કે, મિસ્ટર સર્વેલન્સએ આ વિડિઓ ટિકટોક પર અપલોડ કર્યો હતો અને તે તેની ગર્લફ્રેન્ડને પણ મોકલ્યો હતો. તેણે વીડિયોની સાથે તેની ગર્લફ્રેન્ડને એક સંદેશ પણ મોકલ્યો હતો જેમાં લખું હતું કે, ‘મારી જિંદગીના 6 વર્ષ બરબાદ થયાં. આપણા બંને વચ્ચે હવે બધું સમાપ્ત થઈ ગયું છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *