“શિક્ષક કભી સાધારણ નહીં હોતા” વાક્યને સાર્થક કરીને આ વ્યક્તિએ 102 વિધાર્થીઓને ભણવા માટે TV આપ્યા

શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો એ વાત આપણે અવારનવાર સાંભળી જ હોય છે પણ આજે આપણે એવા શિક્ષકની વાત જાણીશું એ જાણી તમે પણ કહેશો કે ખરેખર શિક્ષક કોઈ સાધરણ વ્યક્તિ નથી. દેશના ભવિષ્ય માટે એ કંઇપણ કરવા તૈયાર હોય છે. કોરોનામાં છેવાડાના ગામોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષકનો અનોખો સેવા યજ્ઞ કહી શકાય એમ છે. “શિક્ષક કભી સાધારણ નહીં હોતા હૈ પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ” ચાણક્યની આ ઉક્તિ ખરા અર્થમાં ચરિતાર્થ કરવાનું ભગીરથ કાર્ય ખેડા જિલ્લાના શિક્ષક વિશાલભાઈ પારેખ દ્વારા કરવામાં આવ્યું છે.

ગત વર્ષે અચાનક કોરાનાની મહામારી આવી જેના કારણે શિક્ષણ કાર્ય પણ થંભી ગયું ત્યારે ઓનલાઇન અભ્યાસનો આરંભ કરવામાં આવ્યોક્ષ છે. સાથે ગુજરાત સરકાર દ્વારા બાળકો ઘરે બેસીને ભણી શકે એ માટે ટીવી ચેનલો ઉપર પણ શિક્ષણકાર્ય કરવામાં આવી રહ્યું છે. આ બધાંની વચ્ચે એક સમસ્યા એ પણ હતી કે, ગામડાના ગરીબ પરીવારોમાં પાસે ટીવીનો અભાવ હોવાથી બાળકોને ઓનલાઇન શિક્ષણ મેળવવામાં સમસ્યા આવી રહી હતી અને બાળકો શિક્ષણથી વંચિત રહી જતાં હતાં. ત્યારે છાપરાના શિક્ષક વિશાલભાઈ પારેખને આ બાબત ધ્યાનમાં આવતાં તેમણે એક અભિયાન ઉપાડયું અને ટીવી એકત્ર કરવાનું કામ ચાલું કર્યું એમાં ઘણા બધાનો સાથ સહકાર માર્ગદર્શન મળ્યાં અને આ સેવાકાર્ય એટલુ આગળ વધ્યું કે 102 ટીવી અંતરીયાળ વિસ્તારના બાળકોને આપ્યાં. ફક્ત ટીવી જ નહીં પણ સાથે ડીશ કનેક્શન પણ કરી આપ્યું જેથી બાળકો ટીવી પર આવતાં શિક્ષણ સંબંધી કાર્યક્રમ નિહાળી શકે.

ક્યાંથી પ્રેરણા મળી?
કોરોના મહામારીની શરૂઆત આપણા ભારત દેશમાં લગભગ માર્ચ મહિનાથી થઈ હતી. ત્યારથી સમગ્ર ભારતમા સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જેમાં શૈક્ષણીક સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં શાળાઓ આંશિક રીતે ખૂલવાની શુભ શરૂઆત થઈ ગઈ હતી. કોરોના કાળના આ વિપરીત સમયમાં બાળકોને શાળાએ ના બોલાવવાના હોવાથી બાળકોને શિક્ષણ કઈ રીતે આપવું એ પણ ખુબ જ મુશ્કેલ હતું.

રાજય સરકાર દ્રારા આ મહામારીના સમયમાં હોમલર્નિંગ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો. જેમા બાળકોને સ્માર્ટફોન, ટી.વી ના માધ્યમથી શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યુ. પણ ગામડામા લોકોની આર્થિક પરિસ્થિતિ મધ્યમ હોવાથી સ્માર્ટફોન તથા ટી.વી. દરેક વ્યક્તિ પાસે ઉપલબ્ધ ન હતું. તારીખ 15/06/2020ના રોજથી ટી.વી પર ડી.ડી ગિરનાર ચેનલ પર શૈક્ષણીક કાર્યક્રમો પ્રસારિત થવાની શરૂઆત થઈ હતી.

વિશાલભાઈ પારેખએ જણાવતા કહ્યું છે કે, છાપરા ગામની પ્રાથમિક શાળામાં ભણતા ધણા બાળકોના ધરે ટી.વી ના હોવાથી તેઓ આ શિક્ષણ કેવી રીતે મેળવશે તેવો વિચાર મારા મનમાં આવ્યો. મને એમ થયું કે મારા ગામના અને મારી શાળાના બાળકો ,કે જેમની પાસે ટીવી નથી તેઓ કઈ રીતે ભણશે ? મારા મનમાં મે નક્કી કરી લીધું હતું કે હું મારી શાળાના બાળકો નું શિક્ષણ બગડવા નહીં દઉં. સૌપ્રથમ ટીવી નું દાન મારા મિત્ર અને દાતાશ્રી એવા શ્રી ગૌતમભાઈ તરફથી આપવામાં આવ્યું. ત્યારબાદ ડીશ કનેક્શન મારુ પોતાનું આપી ને ગામ માં પહેલું ટીવી મૂકી દીધું હતું. ત્યારબાદ આ વાત મે મારા મિત્રો તથા દાતાશ્રીઓને કરી હતી. બધા તરફથી મને સારો એવો પ્રતિભાવ મળ્યો હતો અને આ સેવાકાર્ય આગળ વધ્યું હતું.

જરુરીયાતમંદ વિધાર્થીઓને 102 ટીવી આપ્યા:
લાભાર્થીઓ કુલ 2 ગામની 26 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે 850 કરતાં વધારે બાળકોએ લાભ લીધો છે. અનાજ કીટ નાં લાભાર્થીઓ કુલ 101 પરિવારો, માસ્ક લાભાર્થીમાં 800 બાળકો, ઉકાળાના લાભાર્થીઓ 100 ગ્રામજનો, શિક્ષણ સામગ્રીના ધોરણ 6 થી 8 ના બાળકોને 300 કરતાં પણ વધારે ચોપડા વહેચ્યા હતા. દાતાશ્રીઓના સાથ સહકારથી છાપરા પ્રા.શાળાના બાળકોના ઘર ઉપરાંત કતક્પુરા, ઇયાવા, ગબાજીના મુવાડા, વિરોલ, સમસપુર, આમસરણ, સિંહુજ, મોદજ, નેનપુર જેવા ઘણાં આજુબાજુના ગામના અલગ અલગ વિસ્તારોમાં 102 ટીવી, 17 કરતાં પણ વધારે ડિશ કનેક્શન, 2 લેપટોપ, 1 કોમ્પ્યુટર, 800 કરતાં વધારે માસ્ક, 251 કરતાં વધારે અનાજ કીટ, સ્માર્ટ ફોન જેવા સાધનો હોમલર્નિંગ માટે બાળકોને ભણવા માટે આપ્યા હતા.

વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી:
વિશાલભાઈ પારેખે જણાવ્યું હતું કે, બાળકોને શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સમાજનો સાથ સહકાર લેવાના પ્રયત્નો થકી વર્તમાન મહામારીના સમયને ધ્યાનમાં રાખીને બાળકો શિક્ષણથી સતત જોડાયેલા રહે તે માટે હોમ લર્નિંગને વધુ સશક્ત અને અસરકારક બનાવવા માટે બાળકોને ટીવી, ડીશ એન્ટેના, સ્માર્ટફોન, લેપટોપ વગેરે સામગ્રી દાન થકી પૂરી પાડીને ગુજરાતી ભાષા ઉપરાંત બાળકોમાં શિક્ષણ પ્રત્યે કોઈ પ્રકારનો અંતર ના વધે તે માટે પ્રયત્નો કરેલા છે. પ્રાથમિક તબક્કે 10 ટીવીના ટાર્ગેટ સાથે શરૂઆત કરી હતી જે હાલ 102 ટીવી જરૂરિયાતમંદ બાળકો ને દાનના માધ્યમથી પૂરા પાડવામાં આવ્યા છે. બાળકો શાળા સુધી સરળતાથી પહોંચી રહે તે માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાના નોટબુક, પેન-પેન્સિલ આપેલ છે.

સાથે સાથે તાલુકાના જરૂરિયાતમંદ લોકો સુધી જીવન જરૂરી ચીજ વસ્તુઓ જેમકે કરિયાણું, કપડા, ધાબળા, વાસણો વિગેરે તથા પ્રસંગોચિત જરૂરીયાત વાળા લોકોને જેમકે લગ્ન સહાય, મામેરા સહાય વગેરેમાં નાણાકીય મદદ દાનના માધ્યમથી પૂરી પાડે છે. શાળા અને મહેમદાવાદ તાલુકાની શાળાઓમાં પાણીની ટાંકી, બેંચો, ટી.વી., લેપટોપ, ગણવેશ, નોટબૂક માટે દાન એકત્ર કરેલ છે તથા જરૂરિયાતમંદ લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ-સામગ્રી જરૂરીયાતમંદ સુધી પહોંચાડી હતી.

મહેમદાવાદના બી.આર.સી.કૉ. ઓર્ડીનેટરશ્રી દીપકભાઈ સુથાર (ખેડા જિલ્લો) પણ સાથે રહી સહકાર આપ્યો.
જિલ્લા અને તાલુકાના અધિકારીઓ દ્વારા વિશાલભાઈ ને અભિનંદન આપવામાં આવ્યા હતા. અને એમની સેવાની નોંધ લીધી હતી. સમગ્ર ટીવી અભિયાનમાં બી.આર.સી.કૉ. ઓર્ડીનેટરશ્રી દીપકભાઈ સુથાર (ખેડા જિલ્લો) દ્રારા પ્રેરણા, માર્ગદર્શન અને સાથે રહી સહકાર આપવામાં આવ્યો હતો. વેકેશનમાં પણ આ શિક્ષકો વેકેશન માણવા ને બદલે ગામડે ગામડે ફરીને આ અભિયાન આગળ વધાર્યું હતું. દીપકભાઈ વધુમાં જણાવ્યું હતું કે, બાળકોનાં ભવિષ્ય માટે સહુ શિક્ષકો ચિંતિત છે અને બનતી કામગીરી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *