સુરતની સમર્પણ હોસ્પિટલમાં એવું તો શુ થયું કે ફાયરની ગાડીઓની લાઇન લાગી અને… -જુઓ વિડીયો

છેલ્લા થોડા સમયમાં જ આગની ઘટનાઓએ વેગ પકડ્યો છે. ઘણી કોવિડ હોસ્પિટલોમાં આગના કારણે કેટલાય માસુમ દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સમય વચ્ચે…

છેલ્લા થોડા સમયમાં જ આગની ઘટનાઓએ વેગ પકડ્યો છે. ઘણી કોવિડ હોસ્પિટલોમાં આગના કારણે કેટલાય માસુમ દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સમય વચ્ચે વરાછા ઝોનના ડીવીઝનલ ફાયર ઓફિસર અને તેમની પૂરી ટીમ દ્વારા આગની ઘટનામાં કેવી રીતે બચી શકાય? કેવી રીતે આગ પર કાબુ મેળવી શકાય? આગ દરમિયાન દર્દીઓએ શું કરવું જોઈએ? તેવી તમામ બચાવ કામગીરીનું સુંદર આયોજન કરીને દરેક નાગરિકોને માહિતગાર કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.

આ સાથે સાથે જ આગ જેવા અકસ્માતમાં ફાયર સેફ્ટીના આધુનિક સાધનોનો ઉપયોગ કેવી રીતે થાય તે અંગેનું તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડીવીઝનલ ફાયર ઓફિસર શ્રી જે.જે. ઓઅતેલા અને સ્ટેશન ફાયર ઓફિસર શ્રી બી.કે. સોલંકી ઇનચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર વી.એન. ડોજીવાડીયા, ફાયર સેફ્ટીના તમામ અધિકારી દ્વારા આ તમામ માર્ગદર્શન આપવાનું આયોજન કર્યું હતું.

આ તમામ કામગીરી સમર્પણ જનરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. આ હોસ્પીટલના સંચાલક શ્રી ડો. રસિક એમ. વિરાણી સાથે વિવિધ ફાયર એન્જીનો જેવા કે, વોટર ટેન્કર, હાઇડ્રોલીક પ્લેટફોર્મ અને એમ્બ્યુલન્સ જેવા આધુનિક સાધનોની મદદથી બનાવટી કેઝયુલીટી બનાવી હોસ્પીટલના પહેલા અને બીજા માળે કેઝયુલીટીની બચાવ કામગીરી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાછળનો એક જ હેતુ હતો કે, લોકોને આ અંગે માહિતગાર કરવા અને આપણી પાસે રહેલા અતિ આધુનિક સાધનોનો ઉપયોગ આગ અકસ્માતમાં કેવી રીતે કરવો. આ તમામ માર્ગદર્શન હોસ્પીટલના સ્ટાફ અને લોકોને પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે સાથે આગ સમયે દર્દીઓને શું કરવું તેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *