હાલમાં ચાલી રહેલા કોરોના કાળ દરમિયાન સરકાર દ્વારા ગરીબને મદદ માટે અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિ કે જેની પરિસ્થિતિ નબળી હોય તેવા પરિવારને આર્થિક સહાય માટે સરકાર ઘણી યોજનાઓ જાહેર કરે છે.
આ દરમિયાન ગુજરાત સરકારે ફરીવાર એક યોજના બહાર પાડી છે જે યોજનામાં શાકભાજી વેચનાર ,લારી ગલ્લા વગેરે માટે છે. આ યોજનામાં ફળ, ફૂલ, અને શાકભાજી વેચનારને કુટુંબ દીઠ (એટલે કે રાશનકાર્ડ દીઠ છત્રી) પુખ્ત વયની વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.
આ યોજનામાં નાના વેચાણકારો જેમ કે, ફળ, શાકભાજી, ફૂલ, અને નબળા કૃષિ ઉત્પાદકોને તેમજ લારી ગલ્લા વગેરેને વિનામુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવામાં આવશે. જણાવી દઈએ કે, આ યોજનાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2021 છે.
આ રીતે ભરો ફોર્મ:
આના માટે સૌ પ્રથમ, i-કિસાન પોર્ટલમાં ઓનલાઈન અરજી કરો અને ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢવી લો. અરજીમાં લખેલા ઇન્સ્ટ્રુમેન્ટલ પેપર સાથે હસ્તાક્ષર/અંગૂઠાની છાપ લો. જે નિયત નવા સમયમાં તે જિલ્લાની બાગાયત કચેરીને સબમિટ કરવવાના રહેશે. જીલ્લા અરજદાર પાસેથી મળેલા આવેદન અને દસ્તાવેજ સંબંધીત પેપરના આધાર પર અરજદારની પાત્રતાની તપાસ કર્યા બાદ નજીકમાં આવેલ જીલ્લા કાર્યાલયથી મંજૂરી મેળવવામાં આવશે. Yalaને નિર્ધારિત સમયમાં પસંદ કરેલા અરજદારને પસંદ કરવામાં આવેલ કંપનીના અધિકૃત વિક્રેતા પાસેથી છત્રી મેળવવાની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.