ફરીએકવાર સુરતના વેસુ વિસ્તારમાં ચાલી રહેલા કૂટણખાનાનો થયો પર્દાફાશ- વિદેશી યુવતીઓને બોલવી…

સુરતમાંથી અવાર-નવાર કૂટણખાના પોલીસ પકડી પાડે છે. ઠેર-ઠેર સ્પાની આડમાં આધુનિક કુટણખાનાઓનો ધંધો શરુ થઈ ગયો છે. અગાઉ પણ પોલીસ દ્વારા અવાર-નવાર સ્પામાં રેડ પાડી ગોરખધંધાનો પદાફાર્શ કરવામાં આવ્યો છે. તેમ છતાં હજુ પણ કેટલાક સ્પામાં દેહ વ્યાપારના ગેરકાનૂની ધંધા ચાલી રહ્યા છે.

ત્યારે આવો જ એક વેસુ વીઆઈપી રોડ ખાતે ઍલાન્ટા બિઝનેશ હબમાં આવેલા સ્પામાં ગઈકાલે મોડી સાંજે સ્થાનિક પોલીસના સર્વલન્સ સ્ટાફના માણસો દ્વારા સ્પાની આડમાં ચાલતું કૂટણખાના ઉપર દરોડા પાડી તેમના ગોરખધંધાનો પદાફાર્શ કરી ત્રણ સંચાલક સહિત નવ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ વીઆઈપી રોડ ઍલાન્ટા બિઝનેશ હબમાં આવેલ લક્ઝરીયા સલુન ઍન્ડ વેલ્નેશ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ટુરિસ્ટ વિઝા ઉપર થાઈલેન્ડથી યુવતી બોલાવતા હતા ગ્રાહક દીઠ એક હજાર વસૂલી યુવતીને 500 આપતા હતા. પોલીસ દ્વારા સંચાલક સહિત નવ જણાની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, થાઈલેન્ડની યુવતીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવાના હોવાનુ જાણવા મળ્યું છે.

તપાસ દરમિયાન દુકાનમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાતું હોવાનું બહાર આવ્યુ હતુ. આ સ્પામાંથી થાઈલેન્ડની પાંચ યુવતીઓ મળી આવી છે. આ અંગે પોલીસ દ્વારા સ્પાના ત્રણ સંચાલક અને છ ગ્રાહક મળી નવ જણાની ધરપકડ કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, સ્પાની આડમાં કુટણખાનું છેલ્લા સાતેક મહિનાથી ચાલતું હતું. સ્પામાં આઠ કેબિન બનાવવામાં આવી હતી. જેમાં ઍક કેબિનમાં દલાલ બેસતો હતો.

જોકે, આ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી આ જ પ્રકારના સભામાં ગોરખ ધંધા ચાલે છે. જ્યારે ભૂતકાળમાં પણ પોલીસ દ્વારા દરોડા પાડી પરમીટ પર કામ કરતી યુવતીઓને ઝડપી પાડી તેમને તેમના દેશ મોકલવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ દરમિયાન ફરી એકવાર આને લઈને સંચાલકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પોલીસના દરોડા દરમ્યાન સુરતમાં વેસુના લક્ઝરીયા સ્પામાં માલિક જનક ઉર્ફે જોન્ટી રાજેન્દ્ર માટલીવાલા (આશિર્વાદ ટાઉનશિપ, ઉધના), મેનેજર અક્ષય સુર્યકાંત ગાયકવાડ (સુમનધારા, મગદલ્લા) અને અન્ય એક કર્મી રોહન રામમુરત વર્મા ઝડપાયા હતા. 5 વિદેશી યુવતીઓ મળી હતી. ગ્રાહક ધીરજ જુગલકિશોર ભુત (રહે. શુભમ હેલીજન, સારોલી), વિક્રમ મહેન્દ્ર જૈન (રહે. ત્રિકમનગર-2, વરાછા), દેવીલાલ ભંવર રાઠી (રહે. શુભમ હાઈટ્સ, સારોલી) મહેશ ત્રિલોકચંદ ચાંડક (રહે. જલારામ સોસા., પરવટ) મળી આવ્યો હતો.

આ ઉપરાંત, સોફા પર બેસેલા બે જણા ગોપાલ રાઠી ( સોનલ રેસી., પરવટ)અને સુરેશ રાઠી (રહે.પરવટ)ની ધરપકડ કરી છે. પોલીસે રેડમાં કુલ 10 ફોન તથા રોકડ મળી 3.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્પામાંથી 19 કૉન્ડોમ પણ મળી આવ્યા હતા. સ્પાવાળા ગ્રાહકોને કોડવર્ડ આપતા પછી પ્રવેશવા દેતા હતા. હાલમાં તો પોલીસ દ્વારા યુવતીઓને નારી ગૃહમાં મોકલવામાં આવી છે. ત્યાર બાદ થાઈલેન્ડ પહોંચ્યા બાદ 10 વર્ષનો પ્રતિબંધ મુકતી ડિપોર્ટની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *