મધ્યપ્રદેશના જબલપુરમાં કેરીના ખેતરને સુરક્ષિત રાખવા માટે ખેડૂતે ત્રણ બોડીગાર્ડ અને નવ જેટલા કુતરા રાખ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બગીચામાં રોપાયેલા કેરીની કિંમત લાખો રૂપિયામાં છે. જાપાનમાં આ પ્રકારની ખાસ કેરી જોવા મળે છે. જબલપુરના આ ખેતરમાં વાવેલી આ કેરીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2 લાખ 70 હજાર રૂપિયા પ્રતિ કિલો કહેવામાં આવી રહી છે.
જબલપુરની હવામાં થયેલી આ કિંમતી કેરી હજારોમાં નહીં પણ લાખો રૂપિયામાં વેચાય છે અને તેથી તેની સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેરીઓની સુરક્ષા માટે ખેતરમાં 24 કલાક કુતરાઓ અને બોડીગાર્ડ રાખવામાં આવે છે.
ખેતરના માલિક સંકલ્પએ જણાવ્યું કે, આ જાપાની કેરીનું નામ ‘તાઈયો નો ટમૈગો’ છે, તેને ‘એગ ઓફ સન’ પણ કહેવામાં આવે છે. સંકપ્લ જણાવતા કહે છે કે, છેલ્લા ઘણા સમયથી આ કેરી ખુબ ચર્ચામાં છે. જેના કારણે આ ફાર્મ માંથી ઘણીવાર કેરીની ચોરીઓ થઇ હતી. તેથી જ તેઓ આ કિંમતી કેરીઓની સલામતી અંગે ચિંતિત છે અને સુરક્ષા પર વધારે પૈસા ખર્ચ કરી રહ્યા છે.
જ્યારે આ કેરી સંપૂર્ણ રીતે પાકી જાય છે, ત્યારે તે થોડી લાલ અને પીળી હોય છે અને એક કેરી 900 ગ્રામથી એક કિલોની છે. આ કેરીઓ માંથી થોડી પણ રેસા નીકળતી નથી અને આ કેરીનો સ્વાદ અમૃત કરતા પણ મીઠો છે. જાપાનમાં કેરીની આ પ્રજાતિ એક સુરક્ષિત વાતાવરણમાં ઉગાડવામાં આવે છે, પરંતુ સંકલ્પસિંહ પરિહાર તેની બંજર જમીન પર ખુલ્લા વાતાવરણમાં ઉગાડી છે.
જાપાનમાં 2017 માં, જાપાનમાં આ કેરીની કિંમત લગભગ 3600 ડોલરની બોલી લગાવાઈ હતી, જેની કિંમત ભારતમાં લગભગ 2.5 લાખ રૂપિયા છે. બગીચાના માલિક સંકલ્પ કહે છે કે, શરૂઆતમાં આ કેરી ચાર એકરમાં થોડા છોડવાઓ સાથે ઉગાડ્યા હતા. અને આજે આ બગીચામાં 14 જાતની હાયબ્રીડ અને છ વિદેશી જાતની કેરીઓ સરળતાથી ઉગાડવામાં આવી રહી છે. આ કેરીની ખેતી ભારતમાં ક્યાંય કરવામાં આવતી નથી. જાપાની કેરી ‘તામાગો’ તરીકે ઓળખાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ભારે માંગ છે. જાપાનીમાં તેને ‘તાઈયો નો તામાગો’ તરીકે ઓળખવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.