શુક્રવારે રાજકોટ શહેરના છાણી રોડ પર ગંગોત્રી એપાર્ટમેન્ટની સામે ધોળે દિવસે બે ચોરોએ કારનો કાચ તોડી રૂપિયા 2.35 કરોડથી વધુ કિંમતના 5 કિલો સોનાના દાગીનાની ચોરી કરી હતી. ચોરી કરી ભાગી જાત હોબાળો મચી ગયો હતો. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર મારૃી મેનોર એપાર્ટમેન્ટમાં રહેતાં વિપુલ રસીકલાલ ધકાણ રાજકોટ ગોલ્ડન માર્કેટમાં વી.રસીકલાલ તથા એચ.રસીકલાલ નામથી સોનાનો વેપાર કરે છે. 16 જુને વિપુલભાઈ સેલ્સમેન જલ્પેશ દિનેશભાઈ લાઠીગરા અને ડ્રાઈવર પ્રફુલ્લ રવજીભાઈ ડાંગર સાથે 6.50 કિલો દાગીના કારમાં વડોદરા લઇ જતા હતા.
અલકાપુરી સી.એચ.જ્વેલર્સમાં તેમણે 850 ગ્રામ જેટલા દાગીના આપ્યા હતા. આજે સવારે 11 વાગ્યની આસપાસ વિપુલભાઈ અને તેમના બે માણસો છાણી સર્કલ પાસે ચા–નાસ્તો કરવા ઉભા રહ્યાં હતા. તેમણે દાગીના ભરેલી બેગ કારમાં જ રહેવા દીધી હતી. નાસ્તો કરી પરત ફરતા ડ્રાઈવર સાઈડના દરવાજાના કાચ તૂટેલો હતો. જેથી વિપુલભાઈએ ડેકીમાં મુકેલી બેગની તપાસ કરતાં બેગ ગાયબ હતી. ચોરીના ઘટનાના બાદ તેમણે ફતેગંજ પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની તપાસ શરુ કરી હતી. તપાસ દરમિયાન બાઈક પર આવેલા બે ચોરોએ ચોરીને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું હતું.
કારમાં 5 કિલો સોનું હોવા છતાં માલિક વિપુલભાઈ તથા તેમના બે માણસો ચા–નાસ્તો કરવા ઉભા રહી ગયા હતા. લોકો 50 ગ્રામ સોનું હોય તો લોકરમાં કે તિજોરીમાં તાળાં મારી સાચવતા હોય છે, પરંતુ અહિયાં તો પાંચ કિલો સોનું હોવા છતાં વેપારીએ આટલી ગંભીર બેદરકારી કેમ દાખવી? કારમાં દાગીના હોવાની જાણભંડુ એ જ ચોરીને અંજામ આપ્યો હોવાની શંકા થઈ રહી છે.
વેપારીએ 5 કિલો જેટલું સોનું પોતાની પાસે રાખી ત્રણેય વ્યક્તિ સરકીટ હાઉસ સામે પંચશીલ હોટલમાં રોકાયા હતા. જ્યાંથી આજે સવારે ચોરી થઈ હતી. પોલીસને જાણ કરતાની સાથે જ તપાસ શરૂ કરાઈ છે. ડ્રાઈવર પ્રફુલ ડાંગર જ વેપારીને છાણી જકાતનાકા પાસે ગાંઠીયા ખાવા લઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.