સુરતના પાંડેસરા વિસ્તારમાં લુખ્ખાતત્વોનો આતંક: મધરાત્રે સુતેલા કામદારને ચપ્પુ બતાવી કરી મોબાઈલ ની લૂંટ- જુઓ live વિડીયો

સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની ને કારણે લોકો માં લૂંટ ચલાવે છે. તમે વારંવાર સાંભળતા હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા તમે જોતા હશો કે કે આ જગ્યા પર અજાણ્યો શખ્સ મહિલાના ગળામાં રહેલ ચેઇન લઈને ફરાર થઈ જાય અથવા તો મોબાઈલ લુટ થતી ઘટના પણ સાંભળી હશે.

થોડા જ દિવસો પહેલા જ એક ઘટના સુરતના વેસુ વિસ્તારમાં બની હતી. જેમાં દિનદહાડે એક મહિલાના ગળામાંથી ચેઇન લઈને ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ મહિલાની સતર્કતાને કારણે શખ્સને પકડી લેવામાં આવ્યો હતો.

ત્યારે હવે પાંડેસરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આંતક જોવા જોવા મળ્યો છે. જેમાં પાંડેસરા વિસ્તારમાં પ્રમુખ પાર્કમાં મોબાઈલ લુટની ઘટના બની છે. જ્યાં અકે કામદાર રોડ પર સુતો હતો અને અચાનક જ લુખ્ખા તત્વો આવે છે અને ચપ્પુ બતાવીને પોતાની લુટ ચલાવે છે અને બે બાઈક પર આવેલા ચાર લોકો કરી મોબાઈલ ની લૂંટ કરીને ત્યાંથી નાચી છૂટ્યા.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. તમે સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકો છો કે, કેવી રીતે સુતેલા કામદારોના હાથમાંથી ફોનની લુંટ ચલાવીને ત્યાંથી ભાગી છૂટે છે. આ પરથી કહી શકાય કે શું આ લુખ્ખા તત્વોને પોલીસનો ડર જ નથી રહ્યો? ખુલ્લેઆમ અસામાજિક તત્વો પોતાની લુટ ચલાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *