આજકાલ પરિવારમાં જ સંપતિને લઈને ઘણા વિવાદ થતા હોય છે. ક્યારેક આ વિવાદ હત્યા સુધી પણ પહોચી જતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલા સહિત બે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા મધુબન પોલીસ સ્ટેશન વિસ્તારના બહુરા ભાણ ગામના એક ઓરડામાંથી ત્રણ બાળકોની લાશ બહાર કાઢવામાં આવી છે. ત્રણેયના મૃતદેહને ઓરડામાં એક કોથળામાં રાખવામાં આવ્યા હતા. એવી આશંકા છે કે, ત્રણેયની હત્યા બાદ મૃતદેહને કોથળામાં મૂકીને અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી.
મૃતકોમાં ધર્મશીલા દેવી, તેનો 5 વર્ષનો પુત્ર હિમાંશુ કુમાર અને 10 વર્ષની પુત્રી કાજલ કુમારીનો સમાવેશ થાય છે. મૃતદેહને કોથળામાં રાખ્યો હોવાની બાતમી મળતાં ગામમાં અરેરાટી ફેલાઇ છે. પાડોશી લોકોએ મધુબન પોલીસ મથકે આ અંગેની માહિતી આપી હતી. બનાવની બાતમી મળતાં મધુબન પોલીસ અને પાકદિદલ એસડીપીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે લાશને કબજે કરી લીધી છે. આ ઘટના પાછળ હત્યા છે કે આત્મહત્યા, પોલીસ તેના કારણો શોધવા પ્રયાસ કરી રહી છે. આ ઘટના બાદ મહિલાના પરિવારના તમામ સભ્યો ઘરમાંથી ફરાર થઇ ગયા છે. એમ કહેવામાં આવે છે કે, ધરમશીલા દેવીના પિયરથી આવેલા તેના પરિવારના સભ્યોએ પોલીસને નિવેદન આપ્યું છે.
આ હત્યા પાછળનું કારણ સંપત્તિ વિવાદ હોવાનું જાણવા મળ્યું છે. ધર્મશીલાનો પતિ યુપીના બલિયા જિલ્લામાં પસ્તીનો ધંધો કરે છે. 20 દિવસ પહેલા ઘરમાં મિલકતને લઈને વિવાદ થયો હતો. ધર્મશીલાના ભાઈએ પોલીસને જણાવ્યું છે કે સસરા અને અન્ય લોકોએ મળીને તેની હત્યા કરી હતી અને મૃતદેહ કોથળામાં સંતાડી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.