ગુજરાતમાંથી અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. મોટા ભાગે સબંધીઓએ હત્યા કરી હોય તેવું જાણવા મળે છે. ત્યારે આજ રોજ ગુજરાતમાં ફરી એક વખત ખૂની ખેલ ખેલાયો હતો. આ વખતે મધ્ય ગુજરાતના ખેડા જીલ્લામાં આવેલ મહેમદાવાદમાંથી આવી જ એક ઘટના સામે આવી છે.
સમગ્ર ઘટનામાં મળતી માહિતી અનુસાર, મધ્ય ગુજરાતમાં આવેલ ખેડાના મહેમદાવાદની વાંઠવાડીના નાગરપુરાની સીમમાં સગા પુત્રએ જ માતાની હત્યા કરી છે. પુત્રએ જ પોતાની માતાની હત્યા કરી છે તે વાત હવે સમગ્ર રાજ્યમાં ફેલાવા લાગી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
મધ્ય ગુજરાતમાં આવેલ ખેડાના વાંઠવાડી વાડીના નાગરપુરાની સીમમાં પુત્રએ જ માતાની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. જ્યાં એક સગા પુત્ર દ્રારા પોતાની જ માતાની કરુણ હત્યા કર્વ્ફામાં આવી છે. હાલમાં મળતી માહિતી અનુસાર, પુત્રએ અગમ્ય કારણોસર પોતાની માતાની હત્યા કરી છે. માતાની હત્યા ના પગલે સમગ્ર મહેમદાવાદ શોકનો માહોલ સર્જાયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
પોસ્ટમોર્ટમ દરમ્યાન મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા છે. જોકે, આ મામલે આરોપી પુત્ર હજુ મહેમદાવાદ પોલીસની પકડથી દૂર છે, તેવામાં ક્યા સંજોગોમાં આ મહિલાની હત્યા કરવામાં આવી તેનું રહસ્ય ઘેરાયું છે. જોકે, સગા દીકરાએ ખેલેલા ખૂની ખેલના પગલે આસપાસના લોકો પણ ચોંકી ઊઠ્યા છે. ખેતરમાં રાતના અંધકારમાં ખેલાયેલા ખૂની ખેલના કારણે વાડી વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. જોકે, સમગ્ર ઘટનાક્રમમાં શું સાચી હકિકત છે તે તો પોલીસ તપાસના અંતે જ જાણી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.