બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જ્યારે આજે પાલનપુર શહેરમાં ત્રણ જ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સમગ્ર પાલનપુર પાણી પાણી થઇ ગયું. ભારે વરસાદને કારણે શહેરની અનેક સોસાયટીઓ અને ઘરોમાં પાણી ઘુસી ગયા.
જ્યારે ભારે વરસાદને કારણે બીજી બાજુ પાલનપુરના વેડચાથી હોડા જતા રસ્તા પર આવતો કોઝવે તુટી ગયો છે. આ કોઝવેનું નિર્માણ ત્રણ વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. આ કોઝવે અંદાજે ૨૫ જેટલા ગામોને જોડે છે. કોઝવે તુટી જવા ના લાઈવ દ્રશ્યો પણ વીડીઓમાં કેદ થયા છે. સમગ્ર બનાવ બનતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, પાલનપુરના વેડચા થી હોડા જતા રોડ પરનો કોઝવે તુટી પડયો હતો. આ કોઝવે લબડી નદી પર આવેલો છે. કોઝવે તુટી ગયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ સમગ્ર ઘટના બનતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કોઝવે તૂટી જવાના દ્રશ્યો ખરેખર ખૂબ જ ડરાવનારા છે.
ભારે વરસાદ ખાબકતા માટી પોંચી બનતી જતી હોય છે. તેને કારણે ચોમાસામાં ડામરના રસ્તાઓ ધોવાઇ જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોઝવેનો અમુક ભાગ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. કોઝવે ટુટતા ના સમાચાર લોકો પાસે પહોંચતા જ લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કોઝવે તુટી ગયા ની જાણકારી સ્થાનિક તંત્રને આપી દેવામાં આવી છે.કોઝવે તૂટી જવાથી લોકોને હવે ૮ થી ૧૦ કિલોમીટર ફરીને જવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.