ગુજરાત: 13 વર્ષની કિશોરી પર 12 વર્ષના બે કિશોરોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ

ગુજરાતમાં અવાર-નવાર  હાલમાં રાજકોટ શહેરને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષની સગીરા પર 12 વર્ષના બે ટેણીયાઓએ સામુહિક દુષ્કર્મ આચર્યો હોવાની…

ગુજરાતમાં અવાર-નવાર  હાલમાં રાજકોટ શહેરને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષની સગીરા પર 12 વર્ષના બે ટેણીયાઓએ સામુહિક દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા બને બાળ આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પૂર્વે સૌરાષ્ટ્ર યુનવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

જે સર્વે અંતર્ગત ઓનલાઈન એજ્યુકેશનની આડમાં ટીનેજર્સ પોર્ન સાઈટના માધ્યમથી પોર્ન વીડિયો નિહાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે સ્વાભાવિક છે કે, બાળકોમાં નાની ઉંમરે જ વિકૃતિ આવી જાય છે. ત્યારે નાની ઉંમરે આવેલી વિકૃતિ ટીનેજર્સને તેમજ તેમના માતા-પિતાને મોટી ચિંતામાં મૂકી દે છે.

ત્યારે રાજકોટ શહેરમાં કંઈક આ જ પ્રકારની ગંભીર પરિસ્થિતિમાં બે ટીનેજર્સે તેમના માતા-પિતાને મૂકી દીધા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના મોટા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી 13 વર્ષની તરૂણીને તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા બે ટીનેજર્સ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સમગ્ર મામલે ફરિયાદીના જણાવ્યા મુજબ તેમના જ એપાર્ટમેન્ટમાં બીજા માળે અને છઠ્ઠા માળે રહેતા 12 વર્ષના તરુણો દ્વારા તેમની દીકરી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. બંને તરુણે શ્વાનને લઈ અગાસી પર રમવા આવવા માટે કહ્યું હતું. ત્યારે તરુણી બંને શ્વાનને લઇ અગાસી પર પહોંચી હતી.

ફરિયાદીની દીકરી અગાસી પર પોતાની સાથે જ બાર વર્ષના એક બાળ આરોપીએ અગાસીનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ બંને તરૂણો દ્વારા બળજબરી કરી તરુણી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બંને બાળકોના સકંજામાંથી છૂટીને સગીરા પોતાના ઘરે પહોંચી હતી અને ત્યારબાદ તેને પોતાની સાથે બનેલી ઘટના પોતાની માતાને જણાવી હતી. પોતાની નાની માસુમ દીકરી સાથે થયેલ આ ઘટનાથી માથા ઉપર જાણે કે, આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઇ ગઈ હતી.

સમગ્ર મામલે મહિલાએ પોતાના પતિને જાણ કરતાં તરુણીના પિતા પણ આક્રંદ કરવા લાગ્યા હતા. સમગ્ર ઘટના અંગે માતા-પિતા દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર મામલાની ફરિયાદ નોંધી બન્ને આરોપીઓને પોતાના સકંજામાં લીધા હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *