વોટસએપ માં આવશે નવું રસપ્રદ ફીચર જાણો…

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ whatsapp જલ્દી જ યુઝર્સને ક્વિક એડિટ મીડીયા શોર્ટકટ ફીચર ની સુવિધા આપશે.રિપોર્ટ મુજબ યુઝર whatsapp દ્વારા ગ્રુપ કે પર્સનલ ચેટ માં મોકલવામાં…

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ whatsapp જલ્દી જ યુઝર્સને ક્વિક એડિટ મીડીયા શોર્ટકટ ફીચર ની સુવિધા આપશે.રિપોર્ટ મુજબ યુઝર whatsapp દ્વારા ગ્રુપ કે પર્સનલ ચેટ માં મોકલવામાં આવેલ કે રિસીવ કરવામાં આવેલ મિડીયા ફાઇલ ને તરત જ એડિટ કરી શકશે.હાલ આ ફીચર ઉપર કામ કરવામાં આવી રહ્યું છે જેને એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને યુઝર્સ માટે રજૂ કરવામાં આવશે. કંપનીએ આ ફીચર ના રિલીઝ ડેટ વિશે કોઈ જાહેરાત કરી નથી.ગયા મહિને whatsapp સ્કેનીંગ અને શેરિંગ ને પહેલું બનાવવાવાળા યુ આર કોડ શોર્ટકટ ને લઈને પણ ચર્ચામાં આવ્યું હતું.

WEBetainfo એ પોસ્ટ કર્યો સ્ક્રીનશોટ.

એન્ડ્રોઇડ વર્ઝન 2.19.189 સાથે થઇ શકે છે લોન્ચ.
Whatsapp ની બેટા ટ્રેકિંગ સાઈટ WEBetainfo ના રિપોર્ટ અનુસાર ક્વિક એડીટ મીડિયા શોર્ટકટ દ્વારા whatsapp ચેટ અને ગ્રુપ ચેક માં આવનાર કે મોકલનાર બધી જ મીડિયા ફાઈલ ને યુઝર તરત જ એડિટ કરી શકશે.તેઓએ તેના કેટલાક સ્ક્રિનશોટ પણ શેર કર્યા છે જેમાં આ ફીચર વિશે જાણકારી આપવામાં આવી છે.

સ્ક્રીનશોટ મુજબ આ એડિટ બટન whatsapp ના એન્ડ્રોઇડ અને આઇફોન માં શેર અને ફેવરિટ બટન પાસે જ હશે. જે મીડિયા ફાઈલ ને ટેપ કરવાથી સામે આવશે.

આ બટનની મદદથી યુઝર મીડિયા કન્ટેન્ટમાં સહેલાઇથી બદલાવ કરી શકશે.આ પ્રોસેસ દ્વારા વર્તમાનમાં મીડિયા ફાઇલમાં એડિટ કરવા માટે આપવામાં આવેલી લાંબી પ્રોસેસ થી નહીં પસાર થવું પડે.
આ સમયે whatsapp મીડિયા ફાઈલ માં એડિટ કરવા માટે કોઈ ઓપ્શન નથી.હવે કંઈ પણ બદલાવ કરવા માટે યુઝરે પહેલા તે ફાઇલને ડાઉનલોડ કરવી પડે છે ત્યારબાદ ફાઇલમાં એડિટિંગ દ્વારા બદલાવ કરી શકાય છે.
આ નવા પિચર આવ્યા બાદ પણ જૂના એડીટીંગ ફિચર ની સુવિધા મળશે.આમાં કોઈ નવું એડિટિંગ ફીચર નહીં મળે પરંતુ પહેલાની જેમ જ ક્રોપ એન્ડ ટેક્સ્ટ અને doodle જેવા ઓપ્શન રહેશે .
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હાલ તો તે રજૂ કરવામાં આવ્યું નથી. જોકે ભવિષ્યમાં તેને એન્ડ્રોઇડ અને આઇફોન યૂઝર્સ માટે રજૂ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે તે એન્ડ્રોઇડ વર્ઝન 2.19.189 સાથે મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *