કોરોનાના સંક્રમણ વચ્ચે વચ્ચે લોક ગાયક ગીતાબેન રબારી એક બાદ એક નવો વિવાદ ઊભો કરી રહ્યા છે. ગીતાબેન રબારી એ પોતાના ઘરે વેક્સિન માટે હેલ્થ કર્મચારીના ઘરે બોલાવીને વિવાદ ઉભો કર્યો હતો.
ત્યારે ફરી એક વખત ગઈકાલે કચ્છના રેલડીના ફાર્મ હાઉસમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૫૦ થી વધુ લોકો એકઠા થયા હતા. વેક્સિનેશન નો વિવાદ હજુ પૂર્ણ નથી થયો ત્યાં ફરી એક વખત ગીતાબેન રબારી એ લોકોના ટોળા એકઠા કરીને ડાયરાની રમઝટ બોલાવી હતી.
ગીતાબેન રબારી ના ડાયરા ના કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે 250થી વધુ લોકો આ ડાયરામાં એકઠા થયા હતા. ડાયરામાં નિલેશ ગઢવી અને લક્ષ્મણ બારોટ સહિતના કલાકારો હાજર રહ્યા હતા. જેનો વિડિયો પણ લોકોએ ખૂબ જ શેર કર્યો છે. આ ડાયરામાં ૨૫૦ થી વધુ લોકોએ હાજરી આપી હતી.
કોરોના સંક્રમણ વચ્ચે કોરોના ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ કરતા ગીતાબેન રબારી ના ત્રણ કિસ્સાઓ ચર્ચાનો વિષય બન્યા છે. જેમાં તે વારંવાર વિવાદ ઊભો કરી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં હાલમાં રસીકરણ અભિયાન શરુ છે. આ રસીકરણ અભિયાન દરમિયાન 18 વર્ષથી 45 વર્ષના યુવાનો અને યુવતીઓને રસી આપવામાં આવી રહી છે. જયારે જાણીતી લોકગાયિકા ગીતા રબારી રસીકરણના વિવાદમાં ફસાઈ છે. ગીતા રબારીને ઘરે જઈને વેક્સીન આપતા વિવાદ ઉભો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.