સુરતના કોસાડ આવાસમાંથી જુગારધામ ઝડપાયું: વિદેશી ચલણ સાથે રમતા 8 જુગારી પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા

અમરોલી કોસાડ આવાસ સ્થિત જુગાર રમી રહેલા 8 લોકોને પીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારીઓ પાસેથી કુલ 8 મોબાઈલ, અને રોકડા રૂપિયા મળી કુલ…

અમરોલી કોસાડ આવાસ સ્થિત જુગાર રમી રહેલા 8 લોકોને પીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારીઓ પાસેથી કુલ 8 મોબાઈલ, અને રોકડા રૂપિયા મળી કુલ 73 હજારની મત્તા કબજે કરી છે. જુગાર રમાડી રહેલા 5 ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કેટલાક ઈસમો અમરોલી કોસાડ આવાસ પાસે આવેલા બાપુનગર પાછળ જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પીસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં લાલગેટ પાસે રહેતા મોહમ્મદ સમીર અબ્દુલ કાદર અન્સારી, સીંગણપોર પાસે રહેતા મહેન્દ્રભાઈ દેવાજીભાઈ વણઝારા, પુણા ખાતે રહેતા રાજુભાઈ નાનજીભાઈ આહીર, અમરોલી કોસાડ આવાસમાં રહેતા રાજુભાઈ મહાદેવભાઈ યાદવ, ઇલ્યાસ અલી પટેલ, નદસિંગ ગુલાબસિંગ પાટીલ, અમરોલી ભરથાણા ગામ ખાતે રહેતા વિજય બિહારી ચંદેલ અને અમરોલી અભિષેક ટાઉનશીપમાં રહેતા જીતેશ લક્ષ્મણભાઈ સોલંકીને પોલીસે ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા તમામ જુગારીઓ કોઈન ઉપર ફટકીનો જુગાર રમતા હતા. પોલીસે તમામ જુગારીઓ પાસેથી અંગઝડતીમાંથી રોકડા રૂપિયા 14,820, દાવ પરના રોકડા રૂપિયા 2200, 56 હજારની કિંમતના 8 મોબાઈલ, તેમજ કોઈન મળી કુલ 73 હજારની મત્તા કબજે કરી હતી.

આ ઉપરાંત જુગાર રમાડનાર અમરોલી કોસાડ આવાસમાં રહેતો સોહેલ હસન પટેલ, આસિફ હસન પટેલ, સદમ હસન પટેલ, બશીર ઉર્ફે મામા યાકુબ પટેલ અને એક મોબાઈલ મૂકી ભાગી જનારા એક ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. ઝડપાયેલા તમામ જુગારીઓનો કબજો અમરોલી પોલીસને સોંપ્યો છે. વધુમાં આ જુગારધામની જાણ અમરોલી પોલીસને કેમ ન થતા એક મોટો સવાલ ઉભો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *