હિન્દૂ ધર્મમાં દરેક કુળમાં અલગ અલગ કુળદેવી હોય છે. અને દરેક ઘરમાં કુળદેવીની પૂજા કરવામાં આવે છે. આપણે વારસાગત તેમની પૂજા કરતા આવીએ છીએ. કુળદેવીની પૂજા કરવાનું આપણા વડીલો પણ આપણને હંમેશા જણાવાતા હોય છે. એવું કહેવાય છે કે, કુળદેવીની પૂજા કરવાથી જીવનમાં આવેલા તમામ કષ્ટો પણ દૂર થઇ જાય છે. ચાલો જોઈએ કુળદેવીની પૂજામાં કઈ કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કુળદેવીની પૂજા ઘરની અંદર રોજ કરવી જોઈએ અને વર્ષમાં એકવાર કુળદેવીના મંદિરે પરિવાર સાથે જવું જોઈએ. જેના કારણે કુળદેવીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા વરસતા રહે છે. વર્ષમાં એકવાર કુળદેવીના મંદિરે જઈને ત્યાં ભોગ ધરાવવો જોઈએ. તેમજ પરિવાર સાથે બેસીને કુળનું રક્ષણ કરવા માટેની પણ પ્રાર્થના કરવી જોઈએ.
આ ઉપરાંત કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા પણ કુળદેવીની આરાધના કરવી જોઈએ. ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે કુળદેવીનું આહવાન કરવું અને બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે, “કુળદેવી માં અમારા દ્વારા આરંભાયેલા આ કાર્યને સફળ કરજો. કોઈપણ વિઘ્ન આવવા દેતા નહિ.”
ઘરની અંદર કુળદેવીની જ્યાં સ્થાપના કરવામાં આવી હોય તો વર્ષમાં એકવાર ઘરે હવન કરાવવો જોઈએ અને કુળદેવીની સ્થાપનામાં વાપરવામાં આવેલા શ્રીફળ તેમજ ચૂંદડીને પણ બદલવા જોઈએ. ઉપરાંત કુળદેવીને વર્ષમાં એકવાર ઘરમાં હવન કરી નૈવેદ્યનો ભોગ ધરાવવો જોઈએ. જેના કારણે કુળદેવીની કૃપા ઘર અને પરિવાર ઉપર બનેલી રહે છે. જો શક્ય હોય તો આખા કુળને ભેગું કરી અને વર્ષમાં એક દિવસ પ્રસાદી પણ કરવી જોઈએ.
જયારે આપણે ઘરેથી બહાર જઈએ ત્યારે કુળદેવીને બે હાથ જોડીને દિવસ સારો જાય તેની પ્રાર્થના પણ કરવી જોઈએ, જેના કારણે હંમેશા જીવનમાં તેમના આશીર્વાદ બનેલા રહેશે અને તમારા દરેક કામ પણ યોગ્ય રીતે પૂર્ણ થતા રહેશે. જો તમે પણ કુળદેવીમાં માનો છો તો તમારા કુળદેવી માતાજીનું નામ લખીને જરૂર કરજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.