સુરતમાં હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. ત્યારે ભરૂચ-માંડવા ટોલ પ્લાઝા પાસે અજાણ્યા વાહને ટેમ્પોને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા માંડવા ટોલ પ્લાઝા નજીક એક અજાણ્યા વાહને આઇશર ટેમ્પોને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાતા ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે કલીનરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, નેશનલ હાઇવે નંબર-48 પર આવેલા માંડવા ટોલ પ્લાઝા નજીક મોડી રાત્રિએ કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન આઇશર ટેમ્પોને ટક્કર મારતા આઇશર ટેમ્પો ચાલક અમદાવાદના રહેવાસી સુભાષભાઈ નાગજીભાઈ ઠાકોર તેમજ ક્લીનર મહેશભાઈ નાગજીભાઈ ઠાકોર ઇજા થઇ હતી. જેમાંથી ચાલક સુભાષનું છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
જ્યારે ઇજાગ્રસ્ત ક્લીનર મહેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે તેઓને મૃત્યુ જાહેર કર્યો હતો. ઘટના અંગે રોશન કુમાર બિપીનભાઈ પારેખ કે જેઓ નર્મદા ટોલ પ્લાઝામાં અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેઓએ અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.