આજકાલ પોલીસ દ્વારા સતત વોચ રાખીને દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી પાડવામાં આવે છે આ દરમિયાન વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે પારડી હાઇવે ઉપર ટુકવાડા પાસેથી એક કન્ટેનરમાંથી 16,272 બોટલ દારૂના જથ્થા સાથે કન્ટેનર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. દમણના રમેશ માઈકલ અને સુરતના બાબુ મારવાડીને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી એલસીબી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. દમણથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઠાલવવા માટે બુટલેગરો અનેક કિમીયા અપનાવી રહ્યાં છે.
આ દરમિયાન વલસાડ પોલીસ બુટલેગરના તમામ કિમીયાઓને ફેલ કરવા પ્રયત્નો કરી રહી છે. દમણના રમેશ માઈકલ અન્ય પાસેથી બિલો મેળવી એક કન્ટેનર ન.RJ-40-GA-3765માં બીલના સામાનની જગ્યાએ 389 દારૂ પેટી જેમાં 16,272 બોટલ દારૂનો જથ્થો ભરીને સુરત તરફ મોકલી રહેતા હતા. જાણવા મળ્યું છે કે, વલસાડ એલસીબીના મહેન્દ્રદાન જીલુભાને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટુકવાડા ખાતે કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનર ચાલકે ઓરિજનલ અલગ-અલગ વસ્તુઓના બિલ રજૂ કરવામાં આવ્યા હતા.
કન્ટેનરમાં ચેક કરતા બીલમાં દર્શાવેલા સામાનની જગ્યાએ વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનર ચાલકની ધરપકડ કરી પૂછપરછ કરતા દમણથી રમેશ જગુભાઈ પટેલ ઉર્ફે રમેશ માઈકલ દ્વારા દારૂનો જથ્થો કન્ટેનરમાં ભરાવી આપવામાં આવ્યો હતો. અને સુરત ખાતે બાબુ મારવાડીને દારૂનો જથ્થો પહોંચાડવાનો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું.
વલસાડ એલસીબીની ટીમ દ્વારા 16,272 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 11.64 લાખ અને કન્ટેનર તેમજ 2 મોબાઈલ મળી કુલ 21.69 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનર ચાલક શાહરૂખ શેરમહમદ પઠાણની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તાપસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.