ગુજરાતના આ શહેરમાં એક ડોકટરના ઘરમાંથી ચોર દાગીના અને લાખો રૂપિયા લઈને ફરાર- આંકડો એટલો મોટો છે કે…

આજકાલ વધી રહેલી ચોરીની ઘટનામાં જામનગરના અને હાલ અમદાવાદ રહેતા ગાયનેક તબીબના બંધ મકાનના તાળા તોડી અંદર ઘુસેલ ચોર સોના ચાંદીના દાગીના અને અમેરિકન ડોલર…

આજકાલ વધી રહેલી ચોરીની ઘટનામાં જામનગરના અને હાલ અમદાવાદ રહેતા ગાયનેક તબીબના બંધ મકાનના તાળા તોડી અંદર ઘુસેલ ચોર સોના ચાંદીના દાગીના અને અમેરિકન ડોલર સહિતનો મુદ્દામાલ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળ્યું છે કે, જામનગરનું દંપતી અમદાવાદમાં ડોક્ટર તરીકેની ફરજ માટે ત્યાં સિફટ થયું છે.

મળતી માહિતી મુજબ, જામનગરમાં વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં ફેસ-2 વિનાયક-2ની સામે રહેતા ડોક્ટર વિવેકભાઇ પ્રવિણચંદ્ર ક્કડના ઘરમાં તસ્કોરોએ લુંટ મચાવી છે. જેની વિગત મુજબ, 1 મેના રોજ બપોરથી રાત્રીના 12 વાગ્યા સુધીના ગાળામાં બંધ મકાનના દરવાજાના આક્ડીયાને તોડી અજાણ્યા શખ્સો અંદર ઘુસી ગયા હતા.

અંદર ઘુસેલા તસ્કરોએ રૂમના કબાટમાં રાખેલ રૂપિયા 1,31,000ની કિંમતના સોના ચાંદીના દાગીનાઓ તથા રોકડા રૂ.37000 તથા 251 અમેરીકન ડોલર મળી કુલ રૂ.1,68,000ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જાણવા મળ્યું છે કે, ડોક્ટર વિવેકભાઈ અમદાવાદમાં માણેકબાગમાં આવેલ આર્ટ ફર્ટીલીટી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર તરીકે ફરજ બજાવે છે.

જયારે તેમના પત્ની કામદાર વીમા હોસ્પિટલ અમદાવાદમાં જ પેથોલોજીસ્ટ તરીકે ફરજ બજાવે છે. તબીબના માતા-પિતાને અમેરિકા રહેતી પુત્રીને ત્યાં જવાનું હોવાથી બંને જામનગરથી અમદાવાદ પુત્રને ત્યાં ગયા હતા. આ દરમિયાન બંધ રહેલ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *