કનોજ માં એક દિલ દુભાવે તેવી ઘટના સામે આવી છે. એક મા એ પોતાના જ સાત મહિના ના બીમાર બાળકને ગળું દબાવીને હત્યા કરી દીધી છે. આ સમયે તેની ચાર વર્ષની છોકરી પણ ત્યાં ઊભી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે મહિલાને તેના સાસુ સાથે પણ ઝઘડો ચાલી રહ્યો હતો.
આ સમગ્ર ઘટના કનોજના છીબ્રહ્મરું બની હોવાની જાણવા મળ્યું છે. જ્યાં આ મહિલા તેના સાસુ-સસરા અને બાળકોની સાથે રહેતી હતી. તેનો પતિ મુંબઈમાં રહીને મજૂરી કરી રહ્યો છે. સાત મહિનાના નાના બાળકને ત્રણ દિવસથી તાવ આવી રહ્યો હતો. શનિવારે સવારે તે પોતાના બાળકને લઇને ડોક્ટર પાસે પહોંચી તો ડોક્ટરે પહેલાનો ઉધાર ચૂકવવાનું કહ્યું જેના કારણે ડોક્ટરે દવા આપવાની ના પાડી દીધી.
ત્યાર પછી તે પોતાના બાળકને લઈને ઘરે પહોંચી અને તેની ચાર વર્ષની બાળકી ની સામે જ પોતાના સાત મહિનાના બાળકને ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. અને જ્યારે લોકોને ખબર પડતાં ત્યાં ભીડ જમા થવા લાગે તે સમયે આ મહિલાએ પોતેજ આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું. મહિલા તેના બાળકો પાસે જ બેઠી હતી.
ઘટનાની સુચના મળતા ની સાથે જ મોકો મળતા તરત જ પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસ ઓફિસર નું કહેવું છે કે આ ઘટનામાં મા ઉપર જ આરોપ લગાવવામાં આવ્યો છે કે જેણે પોતાના જ બાળકની હત્યા કરી છે. અને સાથે કહેવામાં આવ્યું છે કે આ બાળક બીમાર પણ હતો.
પોલીસે કહ્યું કે દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ મહિલા ને અને તેના સાસુ ને પોલીસ કમિશનર દ્વારા સવાલો પૂછવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.