લગ્ન એ દ્રેના જીવનની ખાસ અને એક મહત્વની પળ હોય છે. જયારે લગ્નનો માહોલ હોય ત્યારે ઘરનું વાતાવરણ કઈ અલગ જ હોય છે. ઘરનો માહોલ ખુશખુશાલ થઈ જતો હોય છે, ધૂમધામથી લગ્નની તૈયારી કરવામાં આવતી હોય છે. જયારે યુગલ લગ્નના બંધનમાં બંધાઈ જાય છે અને તેણે પરિવારમાં મહત્વની જવ્બદારી નિભાવવી પડે છે.
જો લગ્ન જીવનમાં યુગલ વચ્ચે પ્રેમ અને હુંફ હોય તો તે ખૂબ સારી રીતે ચાલે છે. પરંતુ, જ્યારે તેમાં ઝઘડા અને શંકાનું પ્રમાણ આવી જાય તો તે ઘાતક પણ સાબિત થઈ શકે છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક શખ્સ ત્રીજા લગ્નના સપના જોઈ રહ્યો હતો. તો તેની પત્નીએ તેનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું.
જાણવા મળ્યું છે કે, ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના શિકારપુર ગામમાં એક પત્નીએ તેમાં જ પતિના પ્રાઇવેટ પાર્ટ પર વાર કરી દીધો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શિકારપુર ગામના રહેવાસી એક શખ્સનું બુધવારે સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મૃતક વ્યક્તિ નજીકના જ ગામમાં ભૌરા ખુર્દ મસ્જિદનો મૌલવી હતો. ગુરુવારે શવ દફનાવવા પહેલા કોઈ અજાણ્યાએ ભૌરાકલાં પોલીસને એક વ્યક્તિના મોતની જાણકારી આપી દીધી. પોલીસ દ્વારા ગામના ચોકીદારની ફરિયાદના આધારે કેસ દાખલ કરીને શવનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ શરીર પર ગંભીર ઇજાના નિશાન હતા.
વ્યક્તિનું મોત શરીર અને પ્રાઇવેટ પાર્ટ પર ગંભીર ઇજાના કારણે થયું હોવાનું સામે અવાયું છે. પોલીસ દ્વારા જ્યારે મૃતકની પત્નીને કસ્ટડીમાં લઈને સખત પૂછપરછ કરવામાં આવી તો તેણે પોતાનો ગુનો સ્વીકાર્યો હતો. મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેના પતિની વધુ એક પત્ની છે. તે તેની બીજી પત્ની છે. તેની 4 પરણિત અને એક કુંવારી દીકરી છે. આરોપી પત્નીએ જણાવ્યું કે, મૃતક મોટા ભાગે ત્રીજા લગ્ન કરવાને લઈને તેની સાથે મારામારી કરતો હતો. જ્યારે તે પહેલા પોતાની દીકરીના લગ્ન કરવા માંગતી હતી.
મોટા ભાગે ઝઘડા થતા રહેતા હતા તેનાથી કંટાળીને તેણે બુધવારે મોડી રાત્રે જ્યારે તે સૂઈ રહ્યો હતો તો તેના પ્રાઇવેટ પાર્ટ પર ચપ્પુથી હુમલો કરીને નિર્દયી હત્યા કરી નાખી. ભૌરકલાં પોલીસ સ્ટેશનના અધ્યક્ષ જિતેન્દ્ર સિંહ તેવતિયાએ જણાવ્યું કે, આરોપી મહિલા વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.