૫૦ ટકા ઓક્સિજન હોવા છતાં ૧૨ વર્ષની દીકરીએ કોરોનાને હરાવ્યો- સીમીની આ કહાની સાંભળીને તમારી પણ આંખો ભીની થઇ જશે 

તાજેતરમાં એક હદય દ્રવી ઉઠે તેવો કિસ્સો સામે આવ્યો છે. આ જાણીને તમને આશ્ચર્ય થશે કે, ઈન્દોરની 12 વર્ષની સીમી પાસે એક ફેફસું જ છે અને જન્મથી જ તેનો એક હાથ નથી. તે જીવતા રહેવા માટે રોજ એક-એક શ્વાસ માટે લડે છે. 4 વર્ષથી દરેક રાતે તેને ઓક્સિજન લગાવવામાં આવે છે. જોકે, તેની આત્મશક્તિ આગળ કોરોના પણ હારી ગયો છે. એક સમય એવો હતો કે, તેનું ઓક્સિજનનું લેવલ 50 પર પહોંચી ગયું તેમ છતાં તેણે હાર ન માની.

મળતી માહિતી મુજબ, શહેરની સાંધી કોલોનીમાં રહેનારા ઈલેક્ટ્રિકના વેપારી અનિલ દત્તની સિમી(12) બીજા નંબરની પુત્રી છે. 2008માં સિમી ગર્ભમાં હતી ત્યારે હોસ્પિટલમાં સોનોગ્રાફી થઈ હતી. ડોક્ટરે રિપોર્ટમાં બધું સારું હોવાનું કહ્યું હતું. જોકે, 2009માં સિમીનો જન્મ થયો ત્યારે તેનો ડાબો હાથ જ નહોતો. કરોડરજ્જુનું હાડકું ફ્યુઝ હતું અને કિડની પણ અવિકસિત હતી અને પછી 8 વર્ષ બાદ એક ફેફસું પણ સંપૂર્ણ રીતે સંકોચાઈ ગયું હતું.

જયારે ફેફસું સંકોચાય ત્યારે સિમીનું ઓક્સિજનનું લેવલ 60 સુધી પહોંચી જાય છે. જ્યારે કોરોના સંક્રમણ ફેલાયું તો માતા-પિતાએ તેનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. જોકે, થોડા સમય પછી માતા અંજુ પણ સંક્રમણનો ભોગ બની. થોડા દિવસ બાદ સીમી પણ સંક્રમિત થઈ ગઈ. તે એસિમ્પ્ટોમેટિક(સામાન્ય લક્ષણ) હતી. ત્યારે તેનું ઓક્સિજન લેવલ 50 સુધી પહોચી ગયું હતું.

આ દરમિયાન પરિવારે ડો.મથીહ પૈરિયાકુપ્પન(હવે ચેન્નઈમાં)ને કન્સલ્ટન્ટ કર્યા. જયારે ઘરમાં જ બાળકીને બાયપેપ અને ઓક્સિજન લગાવવામાં આવ્યો. જાણવા મળ્યું છે કે, ઘણા દિવસ સુધી તે આ જ સ્થિતિમાં રહી હતી. જોકે, તેણે હિંમત ન હારી અને 12 દિવસ પછી કોરોનાને પણ હરાવ્યો. ત્યારબાદ તેણે ડોક્ટરના કહ્યા મુજબ કસરત શરૂ કરી છે.

હવે સ્થિતિ એ છે કે, ઘણી વખત તેને ઓક્સિજન અને બાયપેપની જરૂર પડે છે તેમ છતાં તે હિંમત હારતી નથી. સિમી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ(ડીડબ્લ્યુપીએસ, શિપ્રા)માં ધો.7માં અભ્યાસ કરે છે. જાણવા મળ્યું છે કે, તેને જીવવા માટે આખી જિંદગી ઓક્સિજન લેવો પડશે. આ ઉપરાંત, વધુ મુશ્કેલી થવા પર તેને ઘણી વખત બાયપેપ પણ લગાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *