દારૂની બોટલો સંતાડવા સુરતના બુટલેગરોએ એવો કીમિયો અપનાવ્યો કે, પોલીસને ધોળે દિવસે અંધારા આવી ગયા

આજકાલ પોલીસ દ્વારા સતત વોચ રાખીને દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને પકડી પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો નવા નવા કીમિયાઓ અપનાવતા હોય છે. ત્યારે પુણા કુંભારીયા-કડોદરા મેઇન રોડ પાસેથી કારમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા તેઓની પાસેથી કાર દારૂની બોટલ અને મોબાઈલ ફોન મળી 1.73 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અને બંનેની કડક પૂછપરછ હાથ ધરતા દારૂ મંગાવનાર અને દારૂ આપનાર ઈસમોનાં નામો ખુલ્યા હતા. જેથી પોલીસ દ્વારા બે લોકોને વિન્તેદ જાહેર કરવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુમાં જણાવ્યું હતું કે, દારૂનો જથ્થો સપ્લાય કરનાર આરોપી વિજય પાટીલ રહે. શ્રી રેસીડેન્સી, મધુરમ સર્કલની બાજુમાં ડિંડોલી અને દારૂનો જથ્થો મંગાવનાર વિ.કે. માવડીયો ઉત્તમભાઇ જાવરેને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પી.સી.બી.ની ટીમને બાતમી મળી હતી કે, ડીંડોલીની શ્રી રેસીડેન્સી ખાતે રહેતો વિજય પાટીલ નામનો શખ્સ મહારાષ્ટ્રથી સુરત મોટા પાયે ઇંગ્લીશ દારૂનો જથ્થો ફોર વ્હીલ ટેમ્પોમાં તેના માણસો દ્વારા હેરાફેરી કરાવી રહ્યો છે.

જાણવા મળ્યું છે કે, દારૂનો મોટો જથ્થો મહારાષ્ટ્ર ખાતેથી ક્રિમ કલરનો મહિન્દ્રા બોલેરોમાં ગુપ્ત ખાનામાં લોડીંગ કરાવી સુરત લાવવામાં આવી રહ્યો છે અને ટેમ્પો ચાલક થોડી જ વારમાં કુંભારીયા કડોદરા મેઇન રોડ, વેડછા પાટીયા પાસેથી પસાર થઇ સુરતમાં પ્રવેશ કરવાનો હોવાની પાક્કી બાતમીના આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવી ટેમ્પોને પકડી પાડવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યું હતું કે, ટેમ્પો ચાલક મધ નામદેવ સોનવણી, જયેશ ધનરાજ પાટીલ ઉવાકર જેમના મહિન્દ્રા બોલેરોમાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી 1680 બોટલ દારૂ મળી આવ્યો છે.

આ શખ્સો મહિન્દ્રા બોલેરો ટેમ્પોના ગુપ્ત ખાનામાં દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે. આ બન્ને શખ્સ પાસેથી 1,68,000ની કિંમતનાં દારૂની 1680 બોટલ તેમજ 5500ની કિંમતના બે મોબાઇલ ફોન તથા 3 લાખની મહિન્દ્રા બોલેરો મળી કુલ રૂપિયા 4,73,200નો મુદ્દામાલ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુમાં જણાવ્યું હતું કે, દારૂનો જથ્થો સપ્લાય કરનાર આરોપી વિજય પાટીલ રહે. શ્રી રેસીડેન્સી, મધુરમ સર્કલની બાજુમાં ડિંડોલી અને દારૂનો જથ્થો મંગાવનાર વિ.કે. માવડીયો ઉત્તમભાઇ જાવરેને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *