પોલીસ સ્ટેશનમાં ઘૂસીને તોડફોડ કરવી સુરતના માથાભારેને પડી ગઈ ભારે, જાહેરમાં જ પોલીસે એવી સજા આપી કે…

આજકાલ સુરતમાં તોડફોડની ઘટના સતત સામે આવી રહી છે. હજી થોડા દિવસ પહેલા હોટેલની તોડફોડની ઘટના બની હતી ત્યાં તો ફરીવાર સુરત જિલ્લાના ઓલપાડના સાયણ ગામે બે દિવસ અગાઉની રાત્રે એક એપાર્ટમેન્ટમાં તોડફોડ કરી આરોપીઓ દ્વારા સાયણ પોલીસ ચોકીને બાનમાં લેવામાં આવી હતી. પોલીસની હાજરીમાં લાકડાના ફટકા લઈને આવેલા બે ઇસમે સાયણ પોલીસ સ્ટેશન માથે લઈ ભારે તોડફોડ કરી હતી. હદ તો ત્યારે થઈ કે, પોલીસ ચોકી બહાર પાર્ક કરેલ પોલીસ વાહનોમાં પણ તોડફોડ કરી રીતસર આંતક મચાવ્યો હતો.

જોકે, પોલીસ દ્વારા એક મહિલા સહિત બે માથાભારે ઇસમને ઝડપી પાડી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન આજે સાયણ આઉટ પોસ્ટ તોડફોડ મામલે સાયણમાં લુખ્ખા તત્વો બેફામ ના બને એ માટે પોલીસ દ્વારા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવતા આરોપીઓ રીતસરના હાથ જોડી રહ્યા હતા.

જાણવા મળ્યું છે કે, સાયણ સુગર રોડ ઉપર આવેલ અનુપમ ડ્રીમ એપાર્ટમેન્ટના ફલેટ નં-107માં મુળ ઉત્તરપ્રદેશના દેવસિંગ સુંદરલાલ રાજપૂત પરિવાર સાથે ભાડાના ફલેટમાં રહે છે. ફલેટ નં-207 જાનવી કેતન કાછડીયા પણ ભાડે રહે છે. શુક્રવારની રાત્રે કોઇ કારણોસર જાનવી સાથે અન્ય હરેશ અને અતુલ દેવસિંગ રાજપૂતના ફલેટના રસોડા તથા બેઠક રૂમની સ્લાઇડર બારીના કાચ તોડી ફલેટમાં ઘુસી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઇસમો દ્વારા ફલેટમાં ઘુસી તોડફોડ કરી સામાન વેરવિખેર કરી પરિવારને માર મારવામાં આવ્યો હતો.

આ મામલે પરિવારે મકાન માલિક ભરતભાઇને ફરિયાદ કરતા આ શખ્સો દ્વારા મકાનમાલિકને પણ ધમકી આપવામાં આવી હતી. જોકે, મકાનમાલિક સહિત પિડીત પરિવારની દિકરી રશ્મિ રાજપૂતે જણાવ્યું કે ફલેટમાં ચાર-પાંચ ગુંડા ઘુસી તોડ-ફોડ કરતા રાત્રે 100 નંબર ડાયલ કરી કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, સંપર્ક ન થતા સાયણ આઉટ પોસ્ટનો નંબર મેળવી જાણ કરવામાં આવી હતી. આ મામલે દેવસિંગ રાજપૂતે રાત્રે જ ત્રણે આરોપી વિરૂધ્ધ સાયણ ચોકીમાં ફરિયાદ કરતા આરોપીઓ સહિત અન્ય શખ્સો સાયણ ચોકી ખાતે ઘસી ગયા હતા અને ચોકીને બાનમાં લીધી હતી.

જાણકારના જણાવ્યા અનુસાર, બે શખ્સો નશામાં હતા અને પોલીસની હાજરીમાં ચોકીના બે ટેબલ ઉપર મુકેલ કાચ, બારીના કાચ, વાહનોના કાચ તોડફોડ કરી હતી. આરોપીઓ દ્વારા ફરિયાદીને માર મારી ફરિયાદી સહિત સરકારી પ્રોપર્ટીને નુકશાન કરતા તેમણે આપેલ ફરિયાદમાં સંતોષ માની પોલીસ દ્વારા ગુનો નોંધાવવામાં આવ્યો હતો. પરંતુ, સરકારી મિલકતને નુકસાન કરેલ હોવા છતાં પોલીસ ફરિયાદી બની ન હતી. પોલીસ દ્વારા મહિલા સહિત બેને ઝડપી જેલ ભેગા કરી દીધા છે.

પરિવાર સભ્યોને મારમારી સાયણ ચોકી પર હુમલો હુમલો કરી તોડફોડ કરવાનો આરોપી હરેશ રાણાભાઇ કારડીયા કે જેના વિરૂદ્ધ ભાવનગર, અમરેલી અને વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન મળી 12થી વધુ જુદા-જુદા ગુના નોધવામાં આવ્યા છે. આ દરમિયાન ગંભીર પ્રકારના ગુના સાથે ગુનાહિત માનસિકતા ધરાવતા હરેશનું આજે પોલીસ દ્વારા સરઘસ કાઢી શાન ઠેકાણ લાવવામાં આવી હતી.

સાયણ ગામમાં ચોરો અને ટપોરી તત્વો સક્રિય બનતા ચોરી અને લુંટફાટ સહિત મારા-મારી જેવી ઘટનાઓ બની રહી છે. આ દરમિયાન હવે પોલીસ ચોકી પર હુમલો કરવા સાથે પોલીસ પર હુમલો કરવા જેવી ઘટના બાદ હરકતમાં આવેલી પોલીસ દ્વારા સાયણ ગામના ઇતિહાસમાં ટપોરી તત્વોનું પહેલું સરઘસ કાઢવામાં આવતા ટપોરી તત્વો ફફડી ઉઠ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *