હાલમાં અવાર-નવાર પડતર મકાનો ધરાશયી થવાની ઘટના સામે આવતી રહે છે. જેમાં લોકોના મોત પણ નીપજતા હોય છે તેમજ અનેક ઘાયલ પણ થતા હોય છે. આ દરમિયાન અમદાવાદમાં ૩ માળનું મકાન ધરાશયી થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચારવાડમાં લાખોટા પોળના નાકે આજે સવારે એક માળનું મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે ત્રણ લોકો દટાયા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા રેસ્ક્યુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા કાટમાળ નીચે દટાયેલા ત્રણેય લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્રણેયને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
દરિયાપુર વિસ્તારમાં આવેલા લખોટા પોળની નાકે આવેલા એક મકાનમાં પરિવાર ભાડેથી રહેતો હતો. જે આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ ધરાશાયી થયું હતું. મકાનમાં પિતા પુત્ર અને પુત્રવધુ રહેતા હોવાનું સામે આવ્યું છે.
ઇજાગ્રસ્તોના નામ:
ઈરફાન પીરભાઈ શેખ ( 39 વર્ષ)
રેશમાં ઈરફાન શેખ ( 28 વર્ષ)
પીરભાઈ રમજુભાઈ શેખ ( 70 વર્ષ )
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શહેરના જમાલપુર વિસ્તારમાં કાજીનાં ધાબા પાસે પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. ઈમારત ધરાશયી થતા ચારે તરફ ભાગદોડ હતી. કાજીનાં ધાબા પાસે આવેલી પાંચ માળની ઈમારત ધરાશાયી થતા આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો. આ ઇમારતમાં અનેક લોકો રહેતા હતા. જાણવા મળ્યું હતું કે, અત્યંત ગીચ વિસ્તારમાં આ ઘટના સર્જાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.