રાજકોટ: રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં ભીચરી અમરગઢ ગામે રહેતી જીવુબેન સોલંકીએ ગઈ કાલે એટલે કે રવિવારના રોજ એસીડ પી લેતા પહેલા સિવિલ હોસ્પીટલમાં અને ત્યારબાદ તેમને ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર હેઠળ મોદી રાત્રે મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મહિલાના પતિ વસંતે કહ્યું હતું કે, ઘરમાં બોલાચાલી થતા આ પ્રકારનું પગલું ભર્યું હતું.
જયારે બીજી બાજુ જીવુબેનનાં ભાઇ-ભાભીએ આક્ષેપ કર્યો છે કે તેમને તેમના પતિનો ત્રાસ હતો કે તેમને એસીડ પીવડાવી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મોતને ભેટેલી જીવુબેનના પેટમાં બે સંતાનો હતા જેમના પણ મોત થયા છે. સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને સાથે પતી વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવાનો પણ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રવિવારના રોજ સવારે અગિયાર વાગ્યે જીવુબેન વસંત સોલંકીએ એસીડ પી લેતા તેમને સિવિલ હોસ્પીટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા અને તેમને ત્રણ વર્ષનો પુત્ર છે. મહિલાના ભાઈ અને ભાભી ઉનાના જરગલી ગામમાં રહે છે. આ ઘટના અંગેની જાણ થતા ભાઈ અને ભાભી રાજકોટ દોડી આવ્યા હતા.
મૃત્યુ પામેલા મહિલાના પતિ વસંત નરસીભાઇ સોલંકી મૂળ મેંદરડાના અંબાળા ગામના છે. ઘણા સમયથી ભીચરી ગમે રહીને છૂટક મજુરી કરે છે. તેમણે જણાવતા કહ્યું હતું કે, પૈસા બાબતે પત્ની વસંત સાથે ઝઘડો થતા તેમને ખોટું લાગી જતા તેમને એસીડ ગટગટાવી લીધું હતું. જયારે મૃતક મહિલાના ભાઈ અને ભાઈએ આક્ષેપ કરતા કહ્યું છે કે, મારી બહેન જીવુને પતિ અને સસરાનો સતત ત્રાસ હતો. પતિ નાની નાની વાતમાં વારંવાર તેમની સાથે ઝઘડો કરતો હતો.
તેમના ભાઈ ભરતભાઈએ જણાવતા એમ પણ કહ્યું હતું કે, હાલમાં અમારી બહેન જીવુબેનને ખુબ જ સારા દીવજો ગુજરી રહ્યા હતા. સોનોગ્રાફી રીપોર્ટમાં ગર્ભમાં બે બાળક પણ જોવા મળ્યા હતા. જેને લીધે ગર્ભમાં ઉછરી રહેલા જુડવા બાળકોના પણ મોત થયા હતા. આ સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સાથે પતી વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવાનો પણ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.