આ આદતો આંખોને પહોંચાડે છે ગંભીર નુક્સાન, આજે જ છોડી દો આ ખરાબ ટેવો

આંખો વગર જીવનની કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ છે. કેટલીક કલાકો સુધી આંખો બંધ કરી દેવામાં આવે તો જ આંખો નું મહત્વ આપણે સમજી શકીએ છીએ. શરીરના તમામ મહત્વપૂર્ણ અંગોમાં આંખો પણ સ્થાન ધરાવે છે. આખો ખૂબ નાજુક અંગ છે જેથી આપણે તેની શાળાઓને કરવી જોઈએ. પ્રદૂષણ મુક્ત પર્યાવરણ ઘણા સમયથી આપણી આંખોને નુકશાન પહોંચાડી રહ્યું છે.

સતત કોમ્પ્યુટર અને મોબાઈલ પર કરી રહ્યા હોવ તો તમારી આંખોને નુકસાન પહોંચી શકે છે. કોમ્પ્યુટર કે મોબાઇલની સ્ક્રીન માંથી નીકળતી અલગ અલગ કલર ની લાઈટો આંખો માટે હાનિકારક છે. તો તમારે કામ કરવું હોય તો વચ્ચે વચ્ચે બ્રેક લઈને કામ કરો અને દૂર સુધી નજર દોડાવો જેથી આંખોને આરામ મળશે.

ઘણી વખત થાકના કારણે આંખોનો મેકઅપ ને કાઢવામાં આળસ આવે છે. મહિલાઓ આંખોમાંથી મેકઅપ હટાવ્યા વગર જ સૂઇ જાય છે. આ મેકઅપ તમારી આંખોની પાંપણો ને ખરાબ કરી શકે છે.

જો તમે તડકામાં સનગ્લાસ પહેર્યા વગર જ ફરી રહ્યા છો તો તમને નુકસાન થઈ શકે છે કારણ કે આવી સ્થિતિમાં સુરજ માંથી નીકળતા પારજાંબલી કિરણો તમારી આંખોને નુકસાન કરી શકે છે. જેથી જ્યારે પણ તડકામાં નીકળો ત્યારે સારી ક્વોલિટીના સન ગ્લાસીસ પહેરીને નીકળો. કારણ કે તે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પોટેટ કરી શકે તેવા હોવા જોઈએ જેનાથી આંખોમાં સમસ્યા થશે નહીં.

જ્યારે આપણે સુઈને ઊઠ્યે  છીએ અથવા આંખોમાં ધૂળ જાય છે. તેમાં આપણે આંખો ને જોર જોર થી ચોળવા લાગે છે. આવું કરવાથી થોડો આરામ મળે છે પરંતુ આંખની અંદર અને બહારની સ્ક્રીન ને નુકસાન થાય છે. આપણી આંખોની આસપાસની ત્વચા ખૂબ નાજુક હોય છે તેને ચોળવાથી ડૅમેજ થાય છે. માત્ર એટલું જ નહીં ચેપ લાગવાનો ખતરો પણ વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *