ગઇકાલે બેગમાંથી મળી આવેલા ઘડ માથા વગરના મૃતદેહના શરીરનો અડધો ભાગ, સારંગપુર રેલ્વે ફાટક પાસેથી મળ્યો

અંકલેશ્વર(ગુજરાત): પોલીસને અમરતપરા ગામ પાસેથી ઘડ માથા વગરના મૃતદેહ મળવાની ઘટનામાં અંકલેશ્વરના સારંગપુર રેલ્વે ફાટક પાસેથી વધુ એક બેગ મળી આવી છે. જેમાં મૃતક યુવકના શરીરના ઘડનો ભાગ મળી આવ્યો છે. જોકે, માથાનો ભાગ ન મળતા હજુ પણ વ્યક્તિની ઓળખ થઈ શકી નથી.

ગઈ કાલે અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની સીમમાંથી એક ધડ માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. તેથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પ્રત્યક્ષ દર્શીઓનું કહેવું છે કે, કોઈ રિક્ષા ચાલક પ્લાસ્ટીકની બેગમાં મૃતદેહ નાખી ગયો હતી. પોલીસને પ્લાસ્ટીકની બેગમાં કાપેલા હાથ અને પગ મળી આવતા પૂરજોરમાં તપાસ હાથ ધરવામાં આવી છે. માથા અને ધડ વગરના મૃતદેહે મોટું રહસ્ય ઊભું કર્યું હતું.

અંકલેશ્વર પોલીસ તપાસ દરમિયાન અંકલેશ્વરના સારંગપુર ખાતે આવેલ રેલવે ફાટક પાસે શરીરના બીજા અંગોની પણ બેગ મળી આવી હતી. મળેલી બીજી બેગમાં મૃતક યુવકના ઘડનો ભાગ હતો, હજુ માથાનો ભાગ ન મળતા મૃતકની ઓળખ થઈ શકી નથી.

મંગળવારે સવારના 11 વાગ્યા આસપાસ રિક્ષામાં આવેલી બે મહિલાઓ સહિત 3 વ્યક્તિએ માનવ શરીરના ટુકડાં ભરેલી બેગો ફેંકતાં રાહૂલ વસાવા નામના વ્યક્તિએ જોયાં હતાં. તેથી પોલીસે તે રોડ પર આવેલાં સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *