ભાજપ સાથે ઘરોબો રાખતા બુટલેગરે મહાદેવનું મંદિર તોડી પાડ્યું: ભાજપના નેતા રોકવા આવ્યા તો પડ્યો મેથીપાક

હાલમાં લીંબાયતમાં એક બુટલેગરે મંદિર તોડી પડતા થયેલા ભાજપના સ્થાનિક નગરસેવક ભૂષણ પાટીલ અને તેના પિતા, માજી કોર્પોરેટરને જાહેરમાં તમાચા માર્યા હોવાની માહિતી બહાર આવી…

હાલમાં લીંબાયતમાં એક બુટલેગરે મંદિર તોડી પડતા થયેલા ભાજપના સ્થાનિક નગરસેવક ભૂષણ પાટીલ અને તેના પિતા, માજી કોર્પોરેટરને જાહેરમાં તમાચા માર્યા હોવાની માહિતી બહાર આવી છે. લીંબાયત સાંઈ બાબા મંદિર સામે મહાદેવનું એક નાનું મંદિર છે. આ ભગવાન મહાદેવના મંદિરને રવિવારે લીસ્ટેડ બુટલેગર મુન્ના યાદવ ઉર્ફે મુન્ના લંગડાએ બુલડોઝર ફેરવીને તોડી પાડ્યું હતું.

મુન્ના યાદવ દ્વારા આ મંદિરને તોડી પડતા વિરોધમાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. જાણવા મળ્યું છે કે, મંદિર તોડી પડાયાની જાણ લીંબાયત-ઉધના યાર્ડના કોર્પોરેટર ભૂષણ પાટીલ અને તેમના પિતા તેમજ માજી શહેર ભાજપના મહામંત્રી મુરલીધર પાટીલને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ વાતચીત કરતી વખતે બુટલેગર મુન્ના યાદવે પિતા-પુત્ર બંનેને જાહેરમાં તમાચા મારી દીધા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત બુટલેગર મુન્ના યાદવના ભાજપના સ્થાનિક નેતા સાથે ઘરોબો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ ઘટના બાદ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનું શરુ કરી દેવામાં આવ્યું છે.

કોંગ્રેસના પૂર્વ નગરસેવકે આ ઘટના બાબતે ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે, ભાજપી કોર્પોરેટરશ્રી ભૂષણ પાટીલ અને તેના પિતા માજી કોર્પોરેટર, માજી શહેર ભાજપ મહામંત્રી અને સ્થાનિક સજ્જન વ્યક્તિની છાપ ધરાવનાર મુરલીધર પાટીલને જાહેરમાં તમાચા ઠોકી જાય તેવું ભાજપ શાસનમાં જ શક્ય છે. આ ઉપરાંત ઘટના અંગે ભૂષણ પાટીલે હમણાં મીટીંગમાં છું તેમ કહી ફોન મૂકી દીધો હતો. મંદિર તોડવાથી લઈને તમાચો મારવા સુધીની ઘટના અંગે તેઓ કઈ પણ કહેવા માંગતા નથી. પોતાના જ પક્ષના જન પ્રતિનિધિને ન્યાય ન અપાવનાર, સામાન્ય પ્રજાને કેવી રીતે ન્યાય અપાવી શકશે..???

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *