સુરત(ગુજરાત): ક્રાઇમબ્રાંચે સુરતમાં ઇકો કારને નિશાન બનાવતી ગેંગને પકડી પાડી છે. આ ગેંગ રાત્રી દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં જઈ ઇકો કારને નિશાન બનાવી તેના સાઇલેન્સરની ચોરી કરતા હતા. આ સાઇલેન્સરમાંથી પેલેડિયમ કેથેલીક ડસ્ટ જેવી કિંમતી ધાતુ મળતી હોવાને કારણે તેની ચોરી કરવામાં આવતી હતી. હાલ પોલીસે 21 જેટલા સાઇલેન્સર મળીને કુલ સાડા ત્રણ લાખનો માલ જપ્ત કર્યો છે.
સુરતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ECO કારના સાઈલેન્સ ચોરી થતા હોવાની ઘટના બની રહી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, હાલ વરાછા વિસ્તારમાં ECO કારના સાઈલેન્સની ચોરી કરનાર ગેંગ ફરી રહી છે. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આ ટોળકીના 7 વ્યક્તિઓની ધડપકડ કરી હતી અને તેમની પાસેથી 21 જેટલા સાઈલેન્સ જપ્ત કર્યા હતા.
પોલીસને તેઓએ પોતાનું નામ અનિલ ગીરી ગોસ્વામી, કેયુર અંજાની, ભાવિન ઝાલાવાડીયા, જૈમિસ ધાનાની, દાનીસ મન્સુરી તથા અબ્દુલ મન્સુરૂ જણાવ્યું હતું. પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેમની ગેંગ રાત્રિના સમયએ વરાછા, પૂણા, સરથાણા, કાપોદ્રા સહિતના અલગ અલગ વિસ્તારોમાં ફરતા હતા અને માત્ર ઈકો કારને નિશાન બનાવી તેમના સાઈલેન્સ ચોરી કરતા હતા.
કિંમતી ધાતુ થાઈલેન્ડ શર્મા પેલેડિયમ કેથલિક ડસ્ટ હોય છે તેને વેચવાથી હજારો રૂપિયાની કમાણી થાય છે. સાઈલેન્સની ચોરી કરી તેઓ કામરેજના દિલ્હી સ્ક્રેર તથા નિઝામી સ્ક્રેપમાં વેચાણ કરતા હતા. એટલું જ નહીં તેઓ ગેરેજમાં આવેલી ઈકો કારમાંથી પણ સાઈલેન્સરમાં રહેલી કિંમતી ધાતુઓની ચોરી કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે સરથાણા, કાપોદ્રા, પૂણા, કામરેજ, અમરોલી તથા વરાછા મળી કુલ 21 જેટલા ચોરીના કેસોને ઉકેલવામાં સફળ રહી છે.
પોલીસે આરોપીઓ પાસેથી 21 સાઈલેન્સર 700 ગ્રામ ડસ્ટ, 1 કાર, 3 ટુ વ્હીલર અને 6 મોબાઈલ મળીને કુલ 10 લાખ રૂપિયાનો માલ કબજો કર્યો છે. અત્યારે આ તમામને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.