ઉત્તરપ્રદેશના બગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક બનાવટી કિન્નર અને એક વાસ્તવિક કિન્નર વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે બનાવટી કીન્નારનું અડધું માથું મૂંડાવી રસ્તા પર ફેરવ્યો અને પોલીસકર્મીઓની સામે ચપ્પલ વડે માર મારવામાં આવ્યો હતો.
બાગપત શહેરમાં કોતવાલી પોલીસ ચોકીની બહાર નકલી કિન્નરને માર મારવાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. પૈસા માગી રહેલા નકલી કિન્નર ને અસલ કિન્નરોએ પકડ્યો હતો. ભીડમાં તેને પહેલા માથું મૂંડાવ્યું અને પછી ચંપલથી માર મારવામાં આવ્યો. આટલું જ નહીં, બંને નકલી કિન્નરને માર મારતા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.
હકીકતમાં, કિન્નરના વેશમાં બે નકલી વ્યકિતઓ પૈસા માંગતા હતા, જ્યારે કોઈએ તે વિસ્તારના કિન્નર વિશે માહિતી આપી. આ પછી, અસલ કિન્નરે તેના સાથીઓ સાથે સ્થળ પર પહોચ્યા અને તેમને પકડીને માર માર્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને બનાવટી કિન્નરોનું માથું મૂંડાવ્યું હતું. ત્યારબાદ તેમને બજારમાંથી બહાર કાઢી માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી કિન્નરને પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા જ્યાં પોલીસની સામે ચપ્પલથી માર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.