દેશ માટે પોતાના પરિવારને એક બાજુ મુકીને દેશની સેવામાં સતત કાર્યરત રહેતા જવાનોને સો સો સલામ છે. જે જવાનો ૨૪ કલાક જાગીને પણ દેશની રક્ષા કરે છે. આ વીર જવાનો ગરમી, ઠંડી, છાયડો કે તડકો જોયા વગર પોતે નિસ્વાર્થ ભાવે આપણા દેશની સેવા કરે છે. જયારે જવાનો દેશની રક્ષા કરતા કરતા શહીદ થઇ જાય ત્યારે ખુબ જ દુખ થાય છે. આજે અમે તમને એવા જ એક વીર જવાન વિશે કહેવા જઈ રહ્યા છીએ જેણે દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું હતું.
આ વીર જવાનનું નામ કુંદન ઓઝા છે. તેમના પરિવારમાં તેમના પત્ની નમ્રતા કુમારી છે અને તેમને હાલમાં એક નાની દીકરી પણ છે. જે દીકરીનું નામ દીક્ષા છે. તેમની દીકરી જયારે 17 દિવસની હતી ત્યારે જ તે સમયે તેમના પિતાએ દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું હતું. આ શહીદ જવાનના પત્ની નમ્રતા કુમારી સરકારને કહી રહ્યા છે કે, મારા પતિ દેશની રક્ષાના કાજે શહીદ થઇ ગયા હતા.
સાથે તેઓ કહી રહ્યા છે કે, મારા પતિએ મારી દીકરીનું મોઢું પણ નથી જોયું અને અત્યાર સુધી અમે બંને એ અમારી દીકરી માટે ઘણા સપનાઓ જોયા હતા. મારા પતી અમારી દીકરીને પ્રેમથી રમાડી પણ શક્યા નથી અને પિતા તેમની દીકરી માટે કઈ કરી શક્યા નથી. તેઓ સરકારને કહી રહ્યા છે કે, મને નોકરી મેળવી જોઈએ કેમ કે, તેઓને નોકરી મળશે તો તેમની દીકરીને તેઓ સારી રીતે ભણાવી શકે અને સારી રીતે ઉછેરી શકે.
દેશની કાજે શહીદ થનાર વીર જવાનોના પરિવારને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડવી જોઈએ તે સરકારની જવાબદારી કહી શકાય. દેશની રક્ષા કરતા કરતા બલિદાન આપનાર હર એક વ્યક્તિને સરકાર દ્વારા મદદ કરવામાં આવે કેમ કે તે લોકો પોતાના પરિવાર, માતા પિતા, પત્ની અને બાળકોને મુકીને દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવા માટે હમેંશા તૈયાર જ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.