પતિએ પત્ની પર છરાથી ગરદન પર કર્યો જીવલેણ હુમલો- પત્નીનો મારતા પહેલાનો રુંવાડા ઉભા કરી દેતો વિડીયો વાઈરલ

વલસાડ(ગુજરાત): આજકાલ અવાર-નવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. હત્યા તો જાણે સામાન્ય ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન, વલસાડ જિલ્લાના…

વલસાડ(ગુજરાત): આજકાલ અવાર-નવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. હત્યા તો જાણે સામાન્ય ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં એક પતિએ પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મૃતક મહિલાનો મરણોન્મુખ વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.

જાણવા મળ્યું છે કે, મરતા પહેલા મહિલાએ હુમલાખોરોનું નામ આપ્યું હતું અને કેવી રીતે હુમલો કર્યો એ અંગે પણ જાણ કરી હતી. એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્ત મહિલાને તેનો ભાઈ તેના ઘટના અંગે પૂછી રહ્યો છે કોણે હુમલો કર્યો અને કેવી રીતે કર્યો છે. આ દરમિયાન મહિલાએ ઢળેલી આંખો અને તૂટતા અવાજ સાથે હુમલાખોરનું નામ આપ્યું હતું અને તેણે છરા વડે ગરદન ઉપર હુમલો કર્યો હોવાનું પણ જણાવ્યું હતું. અન્ય એક વ્યક્તિએ આ વીડિયો મોબાઈલમાં બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં એક પતિએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી પોતાની પત્નીની કરપીણ હત્યા કરતાં સમગ્ર પંથકમાં હોબાળો મચી જવા પામ્યો છે. જાણવા મળ્યું છે કે, ફણસા ગામમાં છેવાડાના વિસ્તારમાં રહેતા પુનિત મિટનાની એ જ ગામની મમતા મિટના નામની યુવતી સાથે લગ્ન થયા હતા.

થોડા સમય સુધી લગ્ન જીવન વ્યવસ્થિત ચાલ્યાં બાદ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા અને અણબનાવ બનતા હતા. જેથી છેલ્લા પાંચ વર્ષથી મૃતક પત્ની મમતા પોતાના પિતાના ત્યાં રહેતી હતી. તેમ છતાં પણ બંને વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા.

જોકે, બે સંતાનો પત્ની મમતા સાથે રહેતા હોવાથી સંતાનોના ભરણપોષણનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. આથી પતિ પુનિત તેની પત્ની અને તેના પરિવારજનો વિરુદ્ધ રોષે ભરાયો હતો. આ દરમિયાન, આવેશમાં આવેલા પતિએ પિતાના ત્યાં રહેતી તેની પત્નીના ઘર નજીક જઈ મોકો જોઇ અને રસ્તેથી પસાર થતી પત્ની પર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી જીવલેણ હુમલો પતિ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં પત્નીના પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, હાલત ગંભીર જણાતા પરિવારજનો દ્વારા ગંભીર રીતે ઘાયલ પત્ની મમતા મિટનાનું મરણોન્મુખ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં તેણે તેના પતિ દ્વારા હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.

આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જાણવા મળ્યું છે કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. આથી ઉમરગામની મરીન પોલીસ સ્ટેશનમાં આ મામલે મૃતક પત્નીના પતિ પુનિત મિટના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને પકડવા તમામ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *