આરોપીને ટેટૂ પડાવવું પડ્યું ભારે: હાથમાં ચિતરાવેલા ‘S’ પરથી 5 લાખની ઠગાઈનો ફૂટ્યો ભાંડો

સુરત(ગુજરાત): હાલ રાજ્યમાં ઠગાઈના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. ત્યારે બારડોલીના ફર્નિચરના વેપારી દ્વારા લાલચમાં આવી રૂપિયા 5 લાખ રૂપિયા ગુમાવાનો વારો આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, વેપારીને ઠગબાજે ફોન કરી પોતાનું ટ્રસ્ટ ચાલે છે અને ટ્રસ્ટમાં આવેલ રૂપિયા 7.50 લાખનું પરચુરણ પાંચ લાખમાં આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા બાદ વેસુમાં પૈસાની લેવડ-દેવડ કરવા માટે બોલાવ્યા બાદ નજર ચુકવી પૈસાને થેલો લઈને મોપેટ ઉપર રફુચ્ચર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધીને ગણતરીનાં કલાકોમાં જ બે ઠગબાજને ઝડપી પાડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, બાબીનની પાછળ શાસ્ત્રીનગર સોસાયટીમાં રહેતા ફારક જુમ્માભાઈ ખટીક બારડોલી કડોદ રોડ ઉપર હેમંત કાટમાળના નામથી જુનુ ફર્નીચર લે-વેચનો ધંધો કરે છે. ફારૂકભાઈને એક મહિના પહેલા અમીત નામના વ્યકિતએ ફોન કરી પોતાનુ ટ્રસ્ટ ચાલે છે અને ટ્રસ્ટના પરચુરણ રૂપિયા અમારી પાસે છે જો તમે અમને 5 લાખ રૂપિયા આપશો તો અમે તેના બદલામાં રૂપિયા 10, રૂપિયા 20 તથા રૂપિયા 50ની પરચુરણ નોટો મળી સાડા સાત લાખ રૂપિયા આપશું અને અમે આવુ કામ કરતા નથી તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો.

ઠગબાજે સતત અઠવાડિયા સુધી ફોન કરી અમુક રૂપિયાના બદલામાં વધારે રકમનું પરચુરણ આપવાની વાત કરી બાટલીમાં ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. ઠગબાજાની લાલાચમાં આવી ફારૂકે બે મહિના પહેલા ઘર વેચાણના આવેલા રૂપિયા તેની પાસે હોવાથી પૈસા આપવા માટે તૈયાર થયો હતો.

ત્યારબાદ તા. 16 જૂનના રોજ પલસાણાથી સચીન તરફ આવતા હોટલમાં મળ્યા હતા અને રૂપિયા લેતીદેતીની વાતચીત કરી હતી. અમીતના જમણા હાથમાં અંગ્રેજીમાં “S” લખેલુ હતું. મળતી માહિતી મુજબ, હોટલમાં અમીતે તેના મુખ્ય વ્યકિત સાથે મોબાઈલ પર વાત કરાવી વિશ્વાસમાં લીધો હતો.

બીજા દિવસે એટલે 17 તારીખે ફારૂક પૈસા લઈને હોટલ પાસે મળ્યા હતા ત્યાંથી ઠગબાજ ફારુકની બાઈક પર બેસી આગળ જવા દો મારા માણસો આગળ ઉભા છે તેમ કરી આભવા ચોકડી થઈને વેસુ આગમ શોપીંગ મોલ પાસે લઈ ગયો હતો. ત્યાં રોડની સામે મોપેટ પર માણસો પૈસા લઈને ઉભો છે તેવું કહી તેની પાસે લઈ ગયો હતો ત્યાં બંને જણા ફારુકની નજર ચુકવી રૂપિયા 5 લાખ ભરેલ થેલો લઈને રફુચક્કર થઈ ગયા હતા.

ત્યારબાદ એક કલાક પછી ફોન કરી તમારા રૂપિયા તમને મળ્યા ન હોય તો બારડોલી ઈસરોલીગામ પાસે આવો હું અહીયા જ છું તમારા રૂપિયા એકાદ મહિનામાં પાછા મળી જશે પણ હાલમાં પોલીસ ફરિયાદ કરશો તો કશું નહી મળે. તેમ કહેતા તેઓ ઈસરોલી ગામ પહોચ્યા હતા અને મોબાઈલ પર કોન્ટેક કરતા સ્વીચ ઓફ આવ્યો હતો. ત્યારબાદ ફારીકે ઠગબાજનો ફોનની રાહ જાવાની સાથે શોધખોળ કર્યા બાદ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જેથી પોલીસ દ્વારા ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ઠગબાજ મોહંમદ નુરેન મોહંમદ ઈરશાદ અને તેનો સાગરિત સુરજ ગ્યાનચંદ્ન ગુપ્તાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *