રાજસ્થાનમાં ચુરુ જિલ્લાના ધાધર ગામમાં એક હ્રદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં કન્યા અને વરરાજાના હાથમાં મહેંદીનો રંગ હજુ ગયો નથી કે, માર્ગ અકસ્માતમાં વરરાજાનું મોત નીપજ્યું હતું. આવી સ્થિતિમાં ખુશીના માહોલ વચ્ચે ઘરે શોક વ્યાપી ગયો હતો.
મળતી માહિતી મુજબ, રાજસ્થાનમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનાએ નવ પરણિત યુવકનો ભોગ લીધો. 22 વર્ષીય યુવક ગાડીમાં લખાઉ ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેની ગાડી પલટી મારી જતા તેનું મોત થયું હતું. ધારાર ખાતે રહેતા અનિલ જાટ પુત્ર રોહિતાશ જાટનાં લગ્ન મંગળવારે ડિંધવા પિલાનીમાં થયાં હતાં. વરઘોડો સાંજે પાંચ વાગ્યે નીકળ્યો હતો. બુધવારે વરરાજાના આગમનને પગલે ઘરમાં ઉત્સવનું વાતાવરણ હતું.
રોહિતાશ મંગળવારે જ લગ્નના બંધનમાં બંધાયો હતો, તેના લગ્નની જાન લઈને આખો પરિવાર મંગળવારે ઝુંઝુનું જિલ્લામાં ગયા હતા. લગ્નપછી તે તેની પત્નીને ઘરે મૂકીને સવારના 11 વાગે તેના પરિવારના સભ્યોને લેવા માટે ગાડી લઈને સિરસલા જઈ રહ્યો હતો. તે દરમિયાન યુવકની ગાડી પલટી મારી ગઈ હતી અને આ દુર્ઘટનામાં તેનું મોત થયું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે, અનિલ સવારે કોઈ કામ માટે ઘરેથી નીકળ્યો હતો. ટોલ બ્લોક નજીક વાહન બેકાબૂ બન્યું હતું અને પલટી ગયું હતું. તેને ગંભીર હાલતમાં ચુરુની સ્ટેટ ડીબી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
માર્ગ અકસ્માતમાં વરરાજાના મોતના સમાચાર મળતા સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મૃતક યુવકનો પિતા સૈન્યમાં નોકરી કરે છે, અનિલ એકમાત્ર પુત્ર છે, તેની એક બહેન પણ છે. બુધવારે સાંજે, જ્યારે ઘરની છેલ્લી યાત્રા નીકળી ત્યારે દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.