કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મત વિસ્તારના સાંસદ અમિત શાહ પોતાના મતવિસ્તારના ત્રણ દિવસના પ્રવાસ બાદ મંગળવારના રોજ સવારે નવી દિલ્હી જવા રવાના થયા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જુલાઇ શુક્રવારના રોજ એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. એપ્રિલ મહિનામાં કોરોના ની બીજી લહેર ઘાટકી નીવડી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની સામાન્ય ચૂંટણીના છેલ્લા બંને તબક્કામાં ચૂંટણી પ્રચાર અટકાવી દીધા છે અને હવે ગુજરાતથી પોતાની જાહેર યાત્રાનો પ્રારંભ કરી રહ્યા છે.
જ્યારે નરેન્દ્ર મોદી આ પહેલા પોતાના લોકસભા મતવિસ્તાર વારાણસીની મુલાકાત લઈ શકે તેવી સંભાવનાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ દાદા અને મતવિસ્તારમાં કાશીવિશ્વનાથ મંદિરની અવારનવાર મુલાકાત લેતા હોય છે. હાલમાં કોરોના ની બીજી લહેર ની સ્તુતિ ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે ત્યારે શક્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મતવિસ્તારમાં જઈને ભગવાન શંકરની પૂજા અર્ચના કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયન્સ સિટીમાં કેટલાક ફ્યૂચરિસ્ટિક પ્રોજેક્ટ મારફતે બાળકોમાં વિજ્ઞાન અને એના સંશોધનમાં રૂચી કેળવાય તેના પર હંમેશા ભાર મૂક્યો છે. આ અંગે કેન્દ્રના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય દ્વારા વિશેષ સહાય મંજૂર કરવામાં આવી હતી. હાલમાં સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી, એકવટિક અને નેચર પાર્ક સહિતના વિશેષ પ્રકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે.
એકવાટીક ગેલેરીમાં 1300 પ્રકારના જળચર પ્રાણીઓ છે અને દેશની પહેલી આવી ગેલેરી છે જે 16 જુલાઇના રોજ વડાપ્રધાન ના હાથે ખુલ્લી મુકવામાં આવશે. સાયન્સ સિટીમાં એક રોબોટિક ગેલેરી પણ તૈયાર કરવામાં આવી છે અને માનવ જીવનમાં રોબોટ ની પ્રક્રિયા ક્યાં ક્યાં ઉપયોગી થઇ શકે તે અંગેનું પણ નીદર્શન કરવામા આવ્યું છે. આ સાથે એક વિશાળ નેચર પાર્ક પણ ઉભો કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રેલ્વે સ્ટેશનના વિકાસની સાથે હોટલના નિર્માણ માટેનો પ્રકલ્પ મંજૂર કર્યો હતો. ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરના વિશાળ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની પરિષદ યોજવામાં આવતી હોય છે પરંતુ અહી હોટેલ્સ ના અભાવે અમદાવાદ સુધી મહાનુભાવોને લાંબા થવું પડતું હોય છે. આ સ્થિતિને હળવી કરવા માટે અહીં રેલવે સ્ટેશનના વિકાસ સાથે એની ઉપર સાતમાંથી ચાર પ્રેસિડન્ટ હોટલનું રૂપિયા 330 કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે. જેમનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે ભારત સરકારના વિવિધ મંત્રાલયોના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.