18 વર્ષની ઉંમરે બની માતા, 6 મહિનાના બાળકને લઇ લીંબુ પાણી વેચ્યું, ત્યાર પછી આવ્યો એવો વળાંક કે, જાણીને તમને પણ આશ્ચર્ય થશે

જો ઈરાદા મજબૂત હોય તો વ્યક્તિ કંઈપણ કરી શકે છે. 31 વર્ષીય અન્ની શિવાની કહાની દ્રઠ ઈરાદા, હિંમત અને આત્મવિશ્વાસની જીતનું એક ઉદાહરણ છે. અન્ની…

જો ઈરાદા મજબૂત હોય તો વ્યક્તિ કંઈપણ કરી શકે છે. 31 વર્ષીય અન્ની શિવાની કહાની દ્રઠ ઈરાદા, હિંમત અને આત્મવિશ્વાસની જીતનું એક ઉદાહરણ છે. અન્ની કેરળ પોલીસમાં એક સબ ઇન્સ્પેક્ટર તરીકે 25 મી જૂને જોડાઇ છે. દસ વર્ષ પહેલાં, અન્ની પ્રખ્યાત શિવગિરિ મઠની પાસે લીંબુનું શરબત, આઈસ્ક્રીમ અને ટોફિઝ વેચતી હતી.

અન્નીને વરકલા પોલીસ સ્ટેશનમાં તેની પ્રથમ પોસ્ટીંગ મળી. વરકલા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શિવાગિરિ મઠ  આવે છે. અન્નીની વિનંતી પર હવે તેમને એર્નાકુલમ સેન્ટ્રલ સ્ટેશન પર પોસ્ટિંગ આપવામાં આવી છે. અન્નીએ પુત્રના શિક્ષણ અને રમતગમતની તાલીમ આપીને એર્નાકુલમ સેન્ટ્રલ સ્ટેશન પર પોસ્ટ કરવાનું કહ્યું હતું.

18 વર્ષની ઉમ્રમાં અન્ની તેમના કોલેજના સાથી સાથે રહેવા માટે ઘરેથી નીકળીને તિરુવનંતપુરમમાં રહેવા આવી ગઈ હતી. અન્નીએ ગ્રેજ્યુએશનની શરૂઆત કાનજીરામકુલમના સરકારી કોલેજમાં કરી હતી. પરંતુ અન્ની લીવ-ઇન પાર્ટનરે છેતરપિંડી કરી હતી. તે અન્ની અને છ મહિનાના પુત્ર શિવાસુર્યાને છોડીને ચાલ્યો ગયો હતો.

અન્નીના માતાપિતાએ પણ તેમને તેમના ઘરે પાછા આવવા દીધી ન હોતી. આટલું બધું હોવા છતાં, અન્ની તેની હિંમત બનાવી રાખે છે. અન્નીએ પોતાની જાતને અને તેના દીકરાને ખવડાવવા તમામ પ્રકારની મહેનત કરી હતી. લીંબુનું શરબત, આઈસ્ક્રીમ વેચવા ઉપરાંત સાબુ અને ડીટરજન્ટ પાવડર ડોર ટુ ડોર વેચ્યા. વીમા એજન્ટ તરીકે કામ કર્યું છે. ટુ-વ્હીલર દ્વારા લોકોના ઘરે માલ પહોંચાડ્યો. આ કામ માટે, અન્નીએ તેના વાળ પણ ટૂંકા કરી નાખ્યા હતા.

આ બધા પ્રયત્નો સાથે, અન્નીએ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. અન્ની ખાનગી રીતે સમાજશાસ્ત્રમાં સ્નાતક થયા. આ પછી, અન્ની તિરુવનંતપુરમની કેરળ સ્ટેટ પબ્લિક સર્વિસ કમીશનમાં તાલીમ સંસ્થામાં 2014માં જોડાઈ હતી.

અન્નીએ 2016 માં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી અને પોલીસમાં જોડાઈ હતી. પરંતુ અન્નીએ અધિકારી બનવા માટે અભ્યાસની યાત્રા ચાલુ રાખી. 2019 માં અન્નીએ સબ-ઇન્સ્પેક્ટર બનવા માટે પોલીસ પરીક્ષા આપી હતી. દોઢ વર્ષની તાલીમ બાદ હવે અન્ની સબ ઇન્સપેક્ટર બની છે. અન્ની તેને ભાગ્યની વાત માને છે કે, તેણી જે વિસ્તારમાં દસ વર્ષ પહેલાં લીંબુનું શરબત, આઇસક્રીમ વેચતી હતી, આજે તે જ ક્ષેત્રમાં સબ-ઇન્સ્પેક્ટરની પ્રથમ પોસ્ટિંગ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *