અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં વધુ એક વ્યક્તિએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. અમદાવાદના પલ્લવ ચાર રસ્તા પાસે બીઆરટીએસની અડફેટે આવતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. વહેલી સવારે પેપર નાંખવા નીકળેલા 45 વર્ષના જેલાભાઈ રબારી બીઆરટીએસ બસના તોતિંગ પૈડા નીચે કચડાય ગયો હતો.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, સવારે સાડા છ વાગ્યાની આસપાસ જેલાભાઈ રબારી રોજના સમય પ્રમાણે પેપર વહેંચવા પોતાની એક્ટિવા પર નીકળ્યા હતો. તેઓ પોતાના રસ્તે જઈ રહ્યા હતા, ત્યારે BRTS બસ ડેપોમાંથી બહાર નીકળતી હતી. આ બસ ઓવર સ્પીડમાં રોન્ગ સાઈડ પરથી આવી રહી હતી, ત્યારે બસે એક્ટિવાને અડફેટે લીધા હતા. આ ટક્કરમાં જેલાભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું.
અકસ્માત બાદ બસ ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ઓવરસ્પીડમા અને રોન્ગ સાઈડમાં બસ ચલાવતા ડ્રાઈવરને કારણે ત્રણ બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. 3 બાળકોના પિતા જેલાભાઈ પેપર વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોતાના નિત્યક્રમ મુજબ તેઓ સવારે નીકળ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.
જ્યાં સુધી ડ્રાઈવરની ધડપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહિ ઉઠાવી દેવાય તેવી માંગણી તેમના પરિવારજનોએ કરી હતી. જ્યાં સુધી ડ્રાઈવરને પોલીસ ધડપકડ નહીં કરે ત્યાં સુધી ત્યા બેસીને ધરણા કરશે. તેઓએ મૃતદેહ પાસે ન્યાય માટે બેસ્યા હતા. સવારે સાડા છ વાગ્યાની આ ઘટના હતી. જેમાં કોઈ અધિકારી 8 વાગ્યા સુધી ઘટના સ્થળ પર આવ્યા ન હતા.
જેલાભાઈનુ અકસ્માત થયું ત્યારે સિમ્સ હોસ્પિટલમાં કામ કરતા એક નર્સિંગ ભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. મહેન્દ્ર કલાલ નામના નર્સિંગ ભાઈએ જેલાભાઈનો જીવ બચાવવા અનેક પ્રયાસ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું ઘરેથી હોસ્પિટલ જતો હતો તે સમયે મેં અકસ્માત થયેલો જોયો હતો. મેં એક્ટિવા ચાલકને ખરાબ હાલતમાં જોયા તો મેં તાત્કાલિક CPR ચાલુ કરી દીધુ હતું. મેં તેમને બચાવવા ખૂબ પ્રયાસ કર્યા હતા, CPR આપતી વખતે મેં મારો ફોન ખિસ્સામાંથી કાઢવા ગયો ત્યારે મારો ફોન કોઈ ચોરી ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.